Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Saurashtra >> Latest News >> Bhavnagar City
 

ભાજપ સરકાર ખેડુતોની નથી તે મેં નજરે જોયું છે : ડૉ. કળસરિયા

 
Source: Bhaskar News, Bhavnagar   |   Last Updated 1:33 AM [IST](02/09/2010)
 
 
 
 
 
નિરમા મુદ્દે પ્રેસ કોન્ફરન્સમાં ધારાસભ્યના શાબ્દિક પ્રહારો

ભાજપ સરકાર ખેડુતોની નથી એવુ મે ઘણીવાર સાંભળ્યુ હતુ પરંતુ હવે તો નજરે જોઇ લીધુ છે. તેમ મહુવાના ધારાસભ્ય ડૉ.કનુભાઇ કળસરીયાએ આજે ભાવનગર સરકીટ હાઉસ ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં બોલતા જણાવ્યુ હતુ. તેઓએ જણાવ્યું હતું કે મોદીના મનથી હું સાવ વિખુટો છું.

મહુવા પાસેના પિઢયરકા ગામે નિરમા દ્વારા સુચિત સિમેન્ટ પ્લાન્ટની સ્થાપના અંગે યોજાયેલ પત્રકાર પરિષદને સંબોધત ડૉ.કળસરીયાએ જણાવ્યુ હતુ કે ૮૫ ટકાથી વધુ લોકો નીરમાં મહુવા ખાતે આવે તેવુ ઇચ્છતા નથી. આ પ્રોજેક્ટ મહુવામાં આવશે તો ૩૦ હજારથી વધુ લોકો બેકાર થઇ જશે.

તેઓએ એવુ પણ જણાવ્યુ હતુ કે કોંગ્રેસ-ભાજપનો પ્રશ્ન નથી. હાલ તો નીરમા સીમેન્ટ ફેક્ટરીનુ મહત્વ છે. ભાવનગરથી અમરેલી વચ્ચેનો ૪૮ કિલોમીટર લાંબો દરીયાકાંઠો બચાવવાનો પ્રશ્ન છે. ખેડુતોના ભોગે કોઇ પ્રોજેક્ટ ન હોવા જોઇએ તેમ માઠી વીરડી બાબતે પુછેલ પ્રશ્નના જવાબ આપતા તેઓને જણાવ્યુ હતુ. લોકોને ભરમાવવામાં નરેન્દ્ર મોદી અત્યાર સુધી સફળ થાય છે. પરંતુ હવે લોકો તેઓને ઓળખી ગયા છે. જેથી હવે તેઓને સફળતા નહીં મળે.

દરિયા કિનારાને સિલ્વર કોરીડોર નહીં ગ્રીન કોરીડોર બનાવવો જોઇએ. નિરમાની સંમતિ ખોટી રીતે અપાઇ હોવાનુ અને તે બાબતે તેઓને અંધારામાં રાખ્યા હોવાનુ જણાવેલ. પાર્ટી કરતા પ્રજા મહત્વની છે તેમ જણાવી તેઓએ જણાવ્યુ હતુ કે પક્ષ મને જલદી છુટો કરે તેવી હું ભગવાનને પ્રાર્થના કરૂ છુ.

આગામી તા.૫ સપ્ટેમ્બરના રોજ સુચિત નીરમા સીમેન્ટ પ્રોજેક્ટની નજીકમાં આવેલ. ડોળીયા ગામે યોજાનાર સંમેલનમાં ચુનીભાઇ વૈદ, ગોરધનભાઇ ઝડફીયા, કુરજીભાઇ બાવળીયા, પુજભાઇ વંશ, કરશનભાઇ વેગડ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. દુધેરી ગામે યોજાનાર સંમેલનમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે કે કેમ તેવા પ્રશ્નના જવાબમાં ડૉ.કળસરીયાએ જણાવ્યુ હતુ કે હું હજુ સ્પષ્ટ કહી શકતો નથી.

આજની પત્રકાર પરિષદમાં ભાવનગર શહેર જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ દગિ્વીજયસિંહ ગોહિલની સુચક હાજરી અંગે પુછતા તેઓએ જણાવેલ કે ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસનો આદેશ છે કે ડૉ. કનુભાઇની સથે રહેવુ રાહુલ ગાંધીની ડોળીયા સંમેલનમાં હાજરી બાબતે તેઓએ જણાવેલ કે તેઓની સરપ્રાઇઝ વીઝીટની શક્યતાને નકારી ન શકાય.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
3 + 3


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.