સૌરાષ્ટ્ર સમાચારના મિડિયા પાર્ટનર સાથે ધ્રુવ વાઢેર અને વિમલ ત્રિવેદી યોજિત ઓટો એક્સ્પોમાં આજે દેશભક્તિ ગીત ગાન
દિવ્ય ભાસ્કર ગ્રુપના સૌરાષ્ટ્ર સમાચારના મિડિયા પાર્ટનર સાથે ધ્રુવ વાઢેર અને વિમલ ત્રિવેદી દ્વારા આયોજિત ઓટો એક્ષપો-૨૦૧૨નો આજથી જવાહર મેદાનમાં આરંભ થયો છે.
આ ઓટો એક્ષપોનું ઉદ્દઘાટન અક્ષરવાડી મંદિરનાં પૂજય સોમપ્રકાશ સ્વામી અને દપિ પ્રાગટ્ય એસ.પી.એસ. વિલખુ (સિનીયર ડિવીઝનલ મેનેજર એલ.આઈ.સી.) અને શંકરરામ (એ.જી.એમ. એસ.બી.આઈ.)નાં હસ્તે વિશાળ સંખ્યામાં પધારેલા આમંત્રિત મહેમાનો અને મહાનુભાવોની હાજરીમાં આ ઓટો એક્ષપોનો આરંભ કરવામાં આવ્યો હતો.
આજના આખા દિવસમાં ભાવેણાવાસીઓએ સ્થળની મુલાકાત લઈ કારોની વિશાળ રેન્જ જોઈ અને ખરીદી કરી હતી. આ આટો એક્ષપોમાં તમામ પ્રિમિયમ કારો અને ટુ વ્હિલરથી લઈ ફોર વ્હિલર એજ જ સ્થળે અપ્પને જોવો તથા ખરીદવા મળશે સાથોસાથ ઓટો એક્ષપોમાં યુસીઆઈ ભાવનગર ગૌરવ દ્વારા બાળકો માટે આજે ફેન્સી ડ્રેસ સ્પર્ધા રખાઈ હતી અને આવતીકાલે ચિત્ર સ્પર્ધા રખાયેલ છે તેમજ લાયન્સ ક્લબ ઓફ ભાવનગર સીટી દ્વારા ભવ્ય દેશભક્તિના ગીતોનો કાર્યક્રમ શનિવાર ને સાંજે ૫-૩૦ કલાકે રાખેલ છે. છેલ્લા બે દિવસ હવે આ ઓટો એક્ષપોના બાકી રહે છે.