Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Saurashtra >> Latest News >> Bhavnagar City
 

ગઢડા શહેરમાં નગરસેવિકા અને તેમના પતિ પર હુમલો : ભારે ચકચાર

 
Source: Bhaskar News, Gadhada   |   Last Updated 4:38 AM [IST](12/02/2012)
 
 
 
 
Advertisement
 
દબાણ હટાવવાના મુદ્દે દાઝ રાખી હુમલો કરાયો : સામ સામી ફરિયાદ નોંધાવાઈ

નગર પાલિકાના કોંગ્રેસના મહેશ્વર નગર વિસ્તારના વોર્ડ નં.૪માંથી ચૂંટાયેલા દલિત પરિવારના મહિલા સદસ્ય તથા તેણીના પતિને આજ વિસ્તારના દલિત પરિવારના સભ્યોએ કોઈ કારણોસર દાઝ રાખી માર મારતા સારવાર માટે ગઢડાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે દાખલ કરાતા ચકચાર મચી ગઈ હતી. બનાવની જાણ થતા કોંગ્રેસના અગ્રણીઓ દોડી આવ્યા હતા.

આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર કોંગ્રેસના દલિત પરિવારના નગર સેવિકા અરૂણાબેન મનોજભાઈ રાઠોડ તથા તેણીના પતિ મનોજભાઈ જસાભાઈ રાઠોડે પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ અગાઉ દબાણ હટાવવાના મુદ્દે દાઝ રાખી આજ વિસ્તારના દલિત પરિવારના પ્રકાશ ઉર્ફે અશોક દેવજીભાઈ, મંગુબેન દેવજીભાઈ, સવિતાબેન દેવજીભાઈ, નરેશ દેવજીભાઈ, નીતા દેવજીભાઈ સહિતનાએ લાકડી વતી અરૂણાબેનને મૂઢ માર તથા મનોજભાઈને માથાના ભાગે માર મારતા ટાંકા લેવા પડે તેવી રીતે ઘાયલ કર્યા હતા.

દરમિયાન ફરિયાદીનું પાકીટ અને સોનાનો ચેઈન પડી જવા અંગે મનોજભાઈ જસાભાઈ રાઠોડે ગઢડા પોલીસમાં ફરિયાદ નોંધાવતા આઈ.પી.સી. ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૪૦૩ તથા ૧૧૪ અને મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આ બનાવના પગલે કોંગ્રેસ અગ્રણીઓ સુખદેવસિંહ, મુકેશભાઈ હિહોરીયા, પ્રતાપભાઈ છૈયા, બોટાદ કોંગ્રેસ પ્રમુખ વિટ્ઠલભાઈ વાજા સહિતના અગ્રણીઓ દોડી આવ્યા હતા.

જ્યારે સામા પક્ષે ફરિયાદી સવિતાબેન દેવજીભાઈ દલિતના જણાવ્યા અનુસાર ફરિયાદીની મોટરસાયકલ ઉપર નાનો છોકરો ચડતો હોય પડી જશે તેમ કહેતા અરૂણાબેને આવી ગાળો બોલી માર મારવા લાગતા અન્ય આરોપીઓ આરોપી મનોજ જસાભાઈ રાઠોડ, અરૂણાબેન રાઠોડ, હરેશ, રાણાભાઈ, ભાવેશ પ્રેમજીભાઈ દલિત સહિતના વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા આઈ.પી.સી. ૩૨૩, ૫૦૪ અને ૧૧૪ મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરતા ટાઉન બીટના એ.એસ.આઈ. મારૂએ તપાસ કાર્યવાહી હાથ ધરી છે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
2 + 6


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Veena Malik: Sexy Babe
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 
|  
|  
 


Group Sites: Dailybhaskar.com|Dainikbhaskar.com|Divya Marathi|Business Bhaskar|MyFM

Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.