Divya Bhaskar
SAURASHTRA
Home » Saurashtra » Latest News » Amreli » Attack On RTI Worker In Amreli

અમરેલી જિલ્લામાં વધુ એક આરટીઆઇ કાર્યકર્તા પર હુમલો

Bhaskar News, Amreli | Jan 06, 2013, 23:54PM IST

- ગેરકાયદે ચાલતી ખાણ અને ભરડીયા સામે અવાજ ઉઠાવનાર સાવરકુંડલાનાં થોરડીના પટેલ વૃધ્ધના માથામા લાકડીના ઘા ઝીંકાયા



અમરેલી જિલ્લામાં આરટીઆઇ કાર્યકર્તાઓ પર હુમલાની ઘટનાઓ સમયાંતરે બનતી જ રહે છે. ગેરકાયદે પ્રવૃતિ કરનારા તત્વોની પોલ આરટીઆઇના કાયદાથી ખુલી જતી હોય કાર્યકર્તાઓનો અવાજ દબાવવા હુમલાની આવી ઘટનાઓ બનતી રહે છે. આજે સાવરકુંડલા તાલુકાના થોરડી ગામના વૃધ્ધ આરટીઆઇ કાર્યકર્તા પર ભરડીયો ચલાવતા કાઠી શખ્સે લાકડી વડે હુમલો કરી માથામાં ગંભીર ઇજા પહોંચાડતા તેમને સારવાર માટે સાવરકુંડલા દવાખાને ખસેડવામાં આવેલ છે.



આરટીઆઇ કાર્યકર્તા પર હુમલાની દ્રષ્ટિએ અમરેલી જિલ્લાનો ભુતકાળ ખરડાયેલો છે. ભુતકાળમાં વહીવટી તંત્ર અને વગદાર લોકો દ્વારા થઇ રહેલા ભ્રષ્ટાચારને ઉજાગર કરવામાં અનેક આરટીઆઇ કાર્યકર્તાઓએ માર ખાવો પડયો હતો. આવી જ એક વધુ ઘટના આજે સાવરકુંડલા તાલુકાના થોરડી ગામે બની હતી. સાવરકુંડલા તાલુકાના થોરડી ગામના નરસીભાઇ શામજીભાઇ માલાણી (ઉ.વ.૬૮) નામના પટેલ વૃધ્ધ પાછલા કેટલાક સમયથી આ વિસ્તારમાં ગેરકાયદે ચાલી રહેલ પાણાખાણ અને સ્ટોન ક્રશર સામે લડત ચલાવી રહ્યાં છે.



અહી માઇન્સની મુદ્દત એક વર્ષ પહેલા પુરી થઇ ગઇ હોવા છતા તંત્ર અને વગદાર લોકોની મિલીભગતથી અહી ગેરકાયદે ખાણ ધમધમી રહી છે. જે મુદ્દે આજે નરસીભાઇ માલાણી પર હુમલો થયો હતો. નરશીભાઇ માલાણી આજે આદસંગ ચોકડી પાસે આવેલી પોતાની વાડીએથી બાજુમાં ચાલતા મારૂતી સ્ટોન ક્રશરમાં ગયા હતા. સ્ટોન ક્રશરના કારણે આસપાસની વાડીઓમાં સતત ધુળ ઉડતી હોય અને તેને લીધે તમામ ખેડુતોને પાકનું નુકશાન થતુ હોય તેઓ ભરડીયાની આજુબાજુ પાણીનો છંટકાવ કરવાનું કહેવા ગયા હતા.



આ સમયે મહેશ ખુમાણે ઉગ્ર બોલાચાલી કરી તેના પર હુમલો કર્યો હતો. અને લમણા પર લાકડી મારી ઇજા પહોંચાડી હતી. આ ઉપરાંત ઢીકાપાટુનો મારમારી ઘાયલ કરી દઇ હવે અહી આવીશ તો ટાંટીયા ભાંગી નાખીશ અને મારી નાખીશ તેવી ધમકી આપી હતી.



નરશીભાઇ માલાણીને તેમના પુત્ર ભુપતભાઇએ સારવાર માટે સાવરકુંડલાના ખાનગી દવાખાને ખસેડયા હતા. જ્યાં તેમણે પોલીસને મહેશ ખુમાણ વિરૂધ્ધ ફરિયાદ આપી હતી. જેમાં તેણે જણાવ્યું હતુ કે મહેશ ખુમાણનો ભરડીયો ગેરકાયદે ચાલતો હોય અને તેઓ તેની સામે લડત ચલાવતા હોય તેનો ખાર રાખી આ હુમલો કરાયો હતો.



- આરટીઆઇ કાર્યકર્તાઓ દોડી ગયા



નરશીભાઇ માલાણી પર લાકડી વડે હુમલાની ઘટના બનતા ગુજરાત આરટીઆઇ એસો.ના પ્રમુખ ભીખુભાઇ બાટાવાળા, અમરેલીના આરટીઆઇ કાર્યકર્તા નાથાલાલ સુખડીયા વગેરે સાવરકુંડલા હોસ્પિટલે દોડી ગયા હતા. તેમણે આ રીતે કાર્યકર્તાઓ પર થતા હુમલાની ઘટનાને વખોડી આકરા પગલા લેવા માંગ કરી હતી.

 

Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
2 + 5

 
Advertisement

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

 
Email Print Comment