Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Saurashtra >> Surendranagar District >> vadhvan
 

ઝાલાવાડ પણ ભાવ વધારાના વિરોધમાં આજે બંધ પાળશે

 
Source: Bhaskar News, Vadhvan   |   Last Updated 12:57 AM [IST](05/07/2010)
 
 
 
 
Advertisement
 
બંધમાં ૮ નગરપાલિકા અને ૧૦ તાલુકાઓ જોડાશે.

કેન્દ્રની કોંગ્રેસ પ્રેરિત યુપીએ સરકાર દ્વારા પેટ્રોલિયમ પેદાશમાં અસહ્ય ભાવ વધારો કરવામાં આવતા લોકોમાં આક્રોશ ફેલાયો છે. આ ભાવ વધારાના વિરોધમાં સોમવારે ભારતબંધનું એલાન અપાયું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આ ભાવવધારા અને સીબીઆઇની ખોટી કાર્યવાહી સામે બંધ પાળવા ભાજપે કમર કસી છે.


કેન્દ્ર સરકાર દ્વારા કેરોસીન, ગેસ અને પેટ્રોલમાં ભારે વધારો ઝીંકવામાં આવ્યો છે. આ ભાવ વધારાના વિરોધમાં વિરોધપક્ષ દ્વારા સોમવારના રોજ ભારતબંધનુ એલાન અપાયું છે. આ એલાનમાં ગુજરાત સહિત સુરેન્દ્રનગર જિલ્લો પણ જોડાનાર છે. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ, ધ્રાંગધ્રા, હળવદ, લીંબડી, ચોટીલા સહિતના ૧૦ તાલુકાઓમાં આ ભાવ વધારાના વિરોધમાં સજજડ બંધ પાળવા માટે જિલ્લા ભાજપે મિટિંગોનો અંતિમ દૌર પૂર્ણ કર્યો છે.


બીજી તરફ પોલીસ તંત્રે પણ આ બંધ દરમિયાન કોઇ અનીચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે. આ અંગે જિલ્લાભાજપ પ્રમુખ બીપીનભાઇ દવેએ જણાવ્યું કે, ભાવ વધારાનો વિરોધ અને સીબીઆઇ દ્વારા ખોટા કેસોના વિરોધ માટે સુરેન્દ્રનગર જિલ્લો સખત હડતાલ પાડશે. જિલ્લાની આઠ નગરપાલિકા અને ૧૦ તાલુકાઓ આ બંધમાં જોડાનાર હોવાથી નાગરિકોને અહિંસક અને શાંત બંધ પાડવા અપીલ છે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
7 + 3


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Veena Malik: Sexy Babe
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 
|  
|  
 


Group Sites: Dailybhaskar.com|Dainikbhaskar.com|Divya Marathi|Business Bhaskar|MyFM

Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.