શરીરનાં લીધેલા અંગેનો રિપોર્ટ હજુ બાકી
પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો
સુરેન્દ્રનગર -વઢવાણ રોડ પર શનિવાર એક સાથે ત્રણ વિદ્યાર્થીઓની મળેલી લાશનાં મામલે હજુપણ જિલ્લામાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે રાજકોટ તબીબોની પેનલ મારફતે પી.એમ. માટે વિદ્યાર્થીઓની લાશ લઇ જવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓને માથામાં ઇજા થવાથી વધુ પડતું લોહી વહી જતા મોત થયાનું પ્રથમ દ્રષ્ટિએ પી.એમ.માં ખૂલ્યું હતું. આથી પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે. છતા હત્યાના બનાવની દિશામાં પણ તપાસ ચાલુ હોવાનું પોલીસે જણાવ્યું હતું.
સુરેન્દ્રનગર-વઢવાણના રસ્તા પર મૂળચંદ તરફ જવાના માર્ગે હોટલ પરથી સંજયસિંહ મણીલાલ પારધી,યશવર્ધન હર્ષવર્ધન ચંદેલ,રણજીત કેશુભાઇ કાળાવદરા નામના ત્રણ વિદ્યાર્થીઓની લાશ મળવાના ચકચારી બનાવની ચર્ચાઓ હજુ શાંત થઇ નથી. આશાસ્પદ વિદ્યાર્થીઓનાં મોત અકસ્માતે થયા કે તેમની હત્યા થઇ આ મામલે અનેક રહસ્યો સર્જાયા હતાં. ત્યારે બનાવની સાચી કડી મેળવવા માટે પોલીસે ત્રણેય લાશને પી.એમ. માટે રાજકોટ લઇ જવામાં આવી હતી. જ્યાં તબીબોની પેનલ મારફતે ત્રણેય વિદ્યાર્થીઓના પી.એમ. કરવામાં આવ્યા હતાં.
(આગળ વાંચોઃ વિદ્યાર્થીઓના મોત બાદ લોકોમાં ફેલાઈ રહી છે આવી-આવી અફવાઓ)