- તમાકુ, દારૂ, ધૂમ્રપાનનું સેવન ઉપરાંત લાઇફ સ્ટાઇલ અનિયમિતતા મુખ્ય કારણ
આઇના મુજસે પહેલી સી સુરત માગે એ ગઝલનો અહેસાસ અનેક લોકોને હવે સમય કરતા વહેલો થઇ રહ્યો છે. બહુ નાની ઉંમરે વ્યક્તિ મોટા દેખાવા લાગે છે. કોઇને જોઇને એવું લાગે કે આ તો ૩૫-૪૦ વર્ષના પીઢ હશે. પરંતુ તેની ઉંમર કદાચ ત્રીસેક વર્ષ જ હોય.
વધારે પડતો સ્ટ્રેસ, ભાગદોડવાળી લાઇફસ્ટાઇલ અને પ્રદૂષણ જેવા સંખ્યાબંધ કારણો છે. શહેરના સ્કીન સ્પેશિયાલિસ્ટ તબીબોના મતે સ્કીનની બીમારીઓનું પ્રમાણ અનેકગણું વધ્યું છે. એટલે જ જે ઇલાજ ૩૦ વર્ષ પછી કરાય છે તે રાજકોટમાં ૧૯ વર્ષની ઉંમરથી શરૂ કરાઇ રહ્યો છે.
- સૂરજની રોશની અને કમ્પ્યુટરમાંથી નીકળતી યુવી કિરણોથી બચવા દિવસમાં બે વાર સનસ્કીન લગાવો.
- જંકફૂડનું સેવન ઓછું કરો, મેંદાવાળી વસ્તુ ના ખાવી,
- દિવસમાં પાંચ વખત મોં ધોવું, અને બને તેટલું વધારે પાણી પીવું જોઇએ.
- લાઇફ સ્ટાઇલને નિયમિત બનાવો, તે ઉપરાંત રોજ યોગ, કસરત કરવાનું જરૂર રાખો.
વૃધ્ધ થવાના ક્યા કારણો !
- વધારે પડતા યુવાનો કમ્પ્યુટર સ્કીન સામે બેસે છે. જેના કારણે સ્કીનને નુકસાન થાય છે, વધુ પડતું ટીવી જોવું.
- શહેરમાં વાહનોની સંખ્યા વધી છે. પ્રદૂષણ ફેલાયું તે મુખ્ય કારણ છે તેમજ ધૂળ ઉડવાથી ચહેરાની રોનક ખરાબ થાય છે.
- યુવાનો બહારનો ખોરાક વધારે આરોગે છે. જેનાથી સ્કીન ઓઇલી થાય છે. એટલે ખીલની સમસ્યા વધી છે.
- પાન, તમાકુ, દારૂનું સેવન અને ધૂમ્રપાન પણ મુખ્ય કારણ દર્શાવાયું છે.
- શહેરમાં વિટામિન એ.સી. અને ઇ ની ઉણપ
- છેલ્લા ૩ વર્ષમાં વાતાવરણમાં આવેલા ફેરફાર પણ એક કારણ દર્શાવાયું છે.
કેવી રીતે ખબર પડે છે?
હાલના યુવાવર્ગોને ૧૯ વર્ષની ઉંમરે વાળ ખરવાની શરૂઆત થઇ જાય છે. માથામાં આગળથી કે પાછળથી વાળ ખરી જાય છે. તે ઉપરાંત આજના મોટાભાગના યુવાનોને નહાવા જાય ત્યારે વાળ ઉતરતા હોવાની ફરિયાદો હોય છે. સમયસર ટ્રિટમેન્ટના અભાવના કારણે પણ ચહેરા ઉપર કરચલીઓ દેખાય છે.રાત્રે મોડું સૂવું, ઓછી ઊંઘ આવવી જેવાં કારણો પ્રથમ તબક્કામાં જોવા મળે છે.
પ્રદૂષણ અને જંકફૂડ મુખ્ય કારણો -
શહેરના તબીબોએ જણાવ્યું હતું કે હાલના યુવાનો રૂડા-રૂપાળા દેખાડવા કોમેસ્ટીકનો વધારે ઉપયોગ કરે છે. ને થોડા મહિના પછી જ સ્કીનને નુકસાન પહોંચાડે છે. તે ઉપરાંત યુવાવર્ગોમાં વધી રહેલું જંકફૂડનું મુખ્ય કારણ જેમાં મેંદાના લોટ જ (બ્રેડ, હોટડોગ, પીઝા ! સેન્ડવીચ) આરોગે છે. જેનાથી સ્કીન ડલ પડે છે. તે ઉપરાંત શહેરમાં પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે.એટલે સ્કીન જલદી ડેમેજ થાય છે. ૧૯થી ૨૫ વર્ષના યુવાનો સ્કીનમાં વધારે પડતી તકલીફોથી પીડાય છે. ડૉ.ચેતન લાલચેતા, (સ્કીન સ્પેશિયાલિસ્ટ)