જ્યારથી મોબાઇલયુગ શરૂ થયો છે ત્યારથી લોકો એકબીજાને શુભેચ્છા સંદેશ આશાનીથી પહોંચતો કરે છે અને સરળ રીતે એસએમએસ કરી કોઇ પણ તહેવારની શુભકામના પાઠવી દે છે. જન્માષ્ટમી તહેવાર નિમિત્તે આ જ સવારથી લોકોના મોબાઇલ ઉપર સતત જન્માષ્ટમી પર્વની શુભેચ્છાના એસએમએસનો ધોધ વહ્યો હતો.
ક્રિષ્ના જીસકા નામ હૈ, ગોકુલ જીનકા ધામ હૈ, ઐસે શ્રી ભગવાન કો હમ સબ કા પ્રણામ. હેપ્પી જન્માષ્ટમી, હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલકી. દ્વારિકા નાથનો, સુદર્શનધારી વિષ્ણુનો અવતારનો જન્મદિન છે તો હેપ્પી જન્માનષ્ટમી રાધા કી ભક્તિ, મુરલીકી મીઠાશ, માખન કા સ્વાદ આૈર ગોપી કા રાસ ઇની સબસે મીલકે બનતા હૈ જન્માષ્ટમીકા યે દિન. આસ જેવી ભગવાને આધારીત એસએમએસરૂપી શુભેચ્છા આપ લે થઇ રહી છે.
આજે લોકો પોતાના સગા-સંબંધીઓ, મિત્રોને આખો દિવસ કાનાના એસએમએસ કરી કાનાના તહેવારની ઉજવણી કરી હતી. રાજકોટમાં આજે લાખો એસએમએસ થયા હતા. રાજકોટવાસીઓએ તહેવારની શુભેચ્છાઓની આપ લે કરી મોબાઇલને પણ કૃષ્ણમય બનાવી દીધો હતો.