Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Saurashtra >> Latest News >> Rajkot City
 

આખો ભાદર ડેમ ભરાઇ જાય તેટલું પાણી છોડી દેવું પડ્યું

 
Source: Bhaskar News, Rajkot   |   Last Updated 12:50 AM [IST](02/09/2010)
 
 
 
 
 
૬પ૯પ એમ.સી.એફ.ટી. ઓવરફ્લો થઇ વહી ગયું.

સૌરાષ્ટ્રનો મિનિ નર્મદા ડેમ એવો ભાદર ડેમ તેની ૩૪ ફૂટની સપાટી કૂદાવીને ઓવરફ્લો થઇ જતા તમામે તમામ ૨૯ દરવાજા ખોલવા પડ્યા હતા. ડેમની કુલ ક્ષમતા ૬૬૪૦ એમ.સી.એફ.ટી.ની છે જેની સામે ડેમ એકવાર આખે આખો ભરાઇ જાય તેટલું પાણી ચોવીસ કલાકમાં જ છોડી દેવું પડ્યું હતું.

ભાદર ડેમ રાજકોટના પીવાના પાણીની જરૂરિયાત ઉપરાંત જેતપુર, ધોરાજી અને ગોંડલના ગ્રામ્ય પંથકની ખેતીનો મુખ્ય આધારસ્તંભ છે. ડેમનો સ્રાવ વિસ્તાર છેક જૂનાગઢ જિલ્લા સુધી લંબાયેલા છે. માત્ર ડેમ વિસ્તારનો ફેલાવો જ ૯૪૦ સ્કવેર માઇલથી વધુ ગંજાવર છે. ડેમ આ વર્ષને મળીને ૧૮ વખત ઓવરફ્લો થયો છે. આ વખતે ડેમમાં ધીંગી જળરાશી ઠલવાઇ છે અને અફસોસની વાત તો એ છે કે, ભાદર ડેમ તિળયા ઝાટક હોય અને આખેઆખો ભરાઇ જાય તેટલું પાણી ગઇકાલે સવારે દસ વાગ્યાથી માત્ર ચોવીસ કલાકમાં જ છોડી દેવું પડ્યુંંુ હતું.

આ અંગે ભાદર સિંચાઇ વિભાગના અધિકારી બદલાણિયાનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, ભાદરની કુલ સંગ્રહ ક્ષમતા ૬૬૪૦ એમ.સી.એફ.ટી.ની છે અને તેની સામે ગઇકાલે સવારે પ્રથમ બે દરવાજા ખોલાયા બાદ સાંજે સાત વાગ્યે તમામે તમામ ૨૯ દરવાજા ખોલવા પડ્યા હોય આ ચોવીસ કલાકમાં જ ભાદર આખો ભરાઇ જાય તેટલું પાણી ઓવરફ્લો થઇ વહી ગયું હતું. ડેમના તમામ દરવાજા રાત્રે બે વાગ્યા સુધી ખુલ્લા રાખવા પડ્યા હતા એ પછી ક્રમશ: બંધ કરવાનું શરૂ કરાયું હતું. આ લખાય છે ત્યારે બીજા દિવસે સાંજે ૭ વાગ્યે પણ બે દરવાજા ચાર-ચાર ફૂટ ખુલ્લા છે.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
5 + 2


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.