Divya Bhaskar
SAURASHTRA
Home » Saurashtra » Latest News » Rajkot City » Unique Marige In Dhoraji By Bothra Family

બોઘરા પરિવારની 'દેશી' જાન, ગાડે ગાડાં લઇ આવી પહોંચ્યાં

Bhaskar News, Dhoraji | Jan 19, 2013, 02:18AM IST
બોઘરા પરિવારની 'દેશી' જાન, ગાડે ગાડાં લઇ આવી પહોંચ્યાં

- ૫૧ બળદગાડાં અને ઘોડેસવારો સાથેની જાન જોવા લોકો ઊમટ્યા



ધોરાજીના બોઘરા પરિવારે પુત્ર રવિના લગ્ન ફરેણીના વીરડિયા પરિવારની દીકરી સાથે ગુરુવારે નિધૉયા હતા, આ પ્રસંગે બોઘરા પરિવારે શણગારેલા ૫૧ બળદગાડાં, ઘોડેસવારો સાથે દોઢ કિલોમીટર, લાંબી જાન જોડી હતી. આ જાનને જોવા બન્ને ગામના લોકો ઊમટ્યા હતા.



અહિં હિરપરા વાડી ખાતે રહેતા બોઘરા પરિવારનાં લીલાવંતીબહેન તથા અમૃતલાલ બોઘરાને પુત્ર રવિના લગ્ન પરંપરાગત રીતે કરવાનો વિચાર આવ્યો હતો.આ વિચારને તેમણે વ્યવહારુ રૂપ આપ્યું હતું. તેઓ ધોરાજીથી ૫૧ શણગારેલા બળદગાડાં, ઘોડેસવારો અને બગી સાથે અને જાનડિયુંના જૂના ફટાણાની સાથે દોઢ કિલોમીટર લાંબી જાન  કાઢી હતી.



ધોરાજીમાં લોકો જાનને નિહાળવા જેતપુર રોડ, અવેડા ચોક, સ્વાતી ચોક, બસ સ્ટેન્ડ રોડ, ફરેણી રોડ, સહિતના વિસ્તારેમાં ઊભા રહ્યા હતા.ફરેણીમાં પણ વીરડિયા પરિવારના દિનેશભાઇ વીરડિયા, યાર્ડના પૂર્વ ચેરમેન જમનભાઇ રાબડિયા, ગામના સરપંચ અને સહકારી મંડળીના પ્રમુખોએ જાનનું સ્વાગત કર્યું હતું.



આ પ્રસંગે કન્યા દિપ્તીના પિતા દિનેશભાઇ વીરડિયાએ પણ આ અનોખી જાન બાબતે ખુશી વ્યક્ત કરી હતી. ધોરાજીના લોક ગાયક મહેશભાઇ બારોટ, બીનલબહેન ધામેચા, ભરતભાઇ ગુંજન સહિતનાએ જૂની પરંપરાના ગીતો રજૂ કરીને સૌને આનંદ કરાવ્યો હતો.આ તકે વ્રજલાલ બોઘરા, ચીમનભાઇ બોઘરએ ખુશી વ્યક્ત કરી હતી.

 

Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
8 + 5

 
Advertisement

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

 
Email Print Comment