સિદસર ખાતે રજત જયંતી મહોત્સવનો પ્રારંભ કરાવતા મોરારિબાપુ-મોદી
- આ નિમિત્તે યોજાયેલા ૧૦૮ કૂંડી ચંડી યજ્ઞની મંગલ શરૂઆત મોરારિબાપુએ કરાવી હતી
- માની સેવા સમાન આ ઉત્સવ દિવ્યતા અને ભવ્યતાનો સમન્વય છે
- હજારોની સંખ્યામાં કડવા પાટિદારો આ ઉમિયા નગર ખાતે ઉમટી પડ્યા હતા
- પરિસરમાં ફેલાયેલા ઉમિયા ધામમાં વિરાટ જનમેદનીના દર્શન થયા હતા
ઉપલેટા પાસે વેણુ નદીના કિનારે રમણીય વાતાવરણમાં આવેલા સિદસર ધામ ખાતે કડવા પાટિદારોની શ્રધ્ધાના કેન્દ્ર સમાન ઉમિયા મંદિરની રજત જયંતીના મહોત્સવનો આજે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રારંભ કરાવ્યો હતો અને આ નિમિત્તે યોજાયેલા ૧૦૮ કૂંડી ચંડી યજ્ઞની મંગલ શરૂઆત મોરારિબાપુએ કરાવી હતી.
પાટિદારોના વિશાળ સમૂહને સંબોધન કરતાં આ આયોજનને મોરારિબાપુએ ધર્મ, અધ્યાત્મ અને સામાજિક હેતુનો પ્રયાગ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે, માની સેવા સમાન આ ઉત્સવ દિવ્યતા અને ભવ્યતાનો સમન્વય છે.
આજે રજત જયંતી ઉત્સવનો પ્રારંભ થતાં જ હજારોની સંખ્યામાં કડવા પાટિદારો આ ઉમિયા નગર ખાતે ઉમટી પડ્યા હતા. વિશાળ પરિસરમાં ફેલાયેલા ઉમિયા ધામમાં વિરાટ જનમેદનીના દર્શન થયા હતા.
નોંધઃ વાચકમિત્રોએ આ વાતની નોંધ લેવી કે તમારી કોઈ પણ વાંધાજનક કે અશ્લીલ ટિપ્પણી માટે તમો પોતે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.