- ભાજપની મૂંઝવણ રાબેતામુજબ કોન્ટ્રાક્ટરોનું પણ લિસ્ટ બનાવાયું
ચૂંટણીના પાર્ટીફંડ માટે રાજકોટ શહેર ભાજપને R ૨૦ કરોડનો ટાર્ગેટ અપાયો છે. ત્યારે ધનસંગ્રહ ન્થમની આ યોજના આવતીકાલ શનિવારથી શરૂ થશે અને પ્રારંભિક યોગદાન રૂપે શહેર ભાજપ આવતીકાલે પ્રદેશ ભાજપ પ્રમુખને રાજકોટ ખાતે યોજાનારા કાર્યક્રમમાં R એક કરોડ પાર્ટીફંડના ભાગરૂપે અર્પણ કરશે. R ૨૦ કરોડના ‘ડીલ’ પૈકી જાણે આ એક કરોડ સુથીના ચૂકવાશે.
ચૂંટણીફંડ માટે ભાજપ આ વખતે ‘ધનસંગ્રહ’ના નામે પ્રજાની વચ્ચે જવાનો છે પરંતુ જે ટાર્ગેટ અપાયો છે તેને કોઇ રીતે પહોંચી શકાય તેમ નથી તેથી હવે રાબેતા મુજબ કોન્ટ્રાક્ટરો પાસે પૈસા માંગવાનું પ્લાનિંગ થઇ રહ્યું છે. કારણ કે મૂળ ટાર્ગેટના અડધા જ નાણાં પબ્લિકમાંથી આવશે.બાકીના છ કરોડ જેટલા રૂપિયા ક્યાંથી મેળવવા તે સવાલ ઊભો થયો છે.
રાજકોટ ભાજપને ૧૧મી ફેબ્રુઆરીથી ૬ એપ્રિલ સુધીમાં ૧૧ કરોડ ફાળાપેટે ઉઘરાવવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. જેની શરૂઆત શનિવારથી કરવામાં આવનાર છે. ભાજપ તમામ ૨૩ વોર્ડમાં ૨૦ લાખનો ટાર્ગેટ આપ્યો છે. જેમાં માત્ર ૪.૬૦ કરોડ રૂપિયા જ આવી શકે તો બાકીના ૬.૪૦ કરોડ રૂપિયા શહેર ભાજપ ક્યાંથી ઉઘરાવશે ? જેના માટે મહાપાલિકાના કેટલાક કોન્ટ્રાક્ટરનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.મોટા-ભાગના કોર્પોરેટરોએ જણાવી દીધું હતું કે અમારા વોર્ડમાંથી ૧૦ લાખ ભેગા નહીં થાય.
દરેક વોર્ડમાંથી આજે ૨૦ લાખમાંથી અઢી લાખ જમા કરાવવાનું કહેવાયું છે. જેમાં દરેક વોર્ડના હોદ્દેદારો, કાર્યકરો, મંત્રીઓ, કોર્પોરેટરો પોતાની કોઇપણ ભોગે અઢી લાખ જમા કરાવશે એટલે કે મોટાભાગના નગરસેવકો પોતાની શક્તિ મુજબ ધનસંગ્રહમાં ફાળો લખાવશે.