Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Saurashtra >> Latest News >> City Bhaskar Rajkot
 

જીવવિજ્ઞાનના પેપરમાં જીવ થોડા મૂંઝાયા, જો કે કોપી કેસ નહીં !

 
Source: Bhaskar News, Rajkot   |   Last Updated 1:46 AM [IST](17/03/2011)
 
 
 
 
 

- એસ. એસ. સી. માં આજે ઇંગ્લિશનું પેપર


- આજથી ધો.૧૨ સામાન્યપ્રવાહની પરીક્ષાનો આરંભ, ૨૪ કલાકમાં ત્રણ પેપર


ધો.૧૨ના વિજ્ઞાનપ્રવાહના વિદ્યાર્થીઓ માટે આજે બાયોલોજિ-જીવવિજ્ઞાનનું પેપર થોડું અટપટું રહ્યું હતું. જો વિષયને સમજયા વગર પરીક્ષા કોઇએ આપી હશે તો તેને થોડા માકર્સનું નુકસાન થવાની પણ શક્યતા તજજ્ઞોએ વ્યક્ત કરી છે.


અલબત્ત આ પેપર પણ રાડ પડાવી દે અને ટકાવારીમાં કોઇ મોટો ફેર પાડી દે તેવું અઘરું તો નહોતું જ પરંતુ આગાઉના ત્રણ પેપરની સરખામણીમાં તેનું સ્વરૂપ થોડું અલગ હતું. આવતીકાલે ગુરુવારે ધો. ૧૨ કોમર્સ-આર્ટ્સની પરીક્ષા શરૂ થઇ રહી છે. પરંતુ આવતીકાલે બપોરે અને શુક્રવારે સવાર અને બપોર એમ બે સમય પરીક્ષા છે જે વિદ્યાર્થીઓ માટે મુશ્કેલી સર્જાનારું પરબિળ બની રહેશે. એસ. એસ. સી. માટે પણ આવતીકાલે ઇંગ્લિશનું પેપર રહેશે.


ધોળકિયા સ્કૂલના વિજ્ઞાનવિભાગના પ્રિન્સપાલ અલ્પેશ શાહે કહ્યું કે આજે બાયોલોજિનું પેપર પ્રમાણમાં ઓછું સરળ હતું. સેકશન એ અને બી માં જે પ્રશ્નો પૂછાયા હતા તે િટ્વસ્ટ કરીને પૂછાયા હતા. જેમણે વિષયને પૂરેપૂરો તૈયાર કર્યો હશે, આખો સબજેકટ પામીને લખ્યું હશે તેની વાત અલગ છે તેઓ જવાબ આપી શક્યા હશે પરંતુ કેટલાકને તો પ્રશ્ન સમજવામાં જ તકલીફ પડી હોય તેવું પણ બની શકે અને તેથી કદાચ પૂરતા માકર્સ ન પણ મળે ! જો કે તેને લીધે તેના માકર્સમાં કોઇ મોટો ઘટાડો થઇ જાય તેવું નથી. પરંતુ અગાઉના પેપરમાં પાઠ્યપુસ્તકોના બેઠા સવાલો પૂછાયા તેવું આમાં નહોતું બન્યું. અહીં આજે બે-ત્રણ ટોપિકને ભેગા કરીને સવાલ પૂછાયા હતા.


આજે સાયન્સમાં ૧૯૬૫ વિદ્યાર્થીઓ ઉપસ્થિત હતા, ૩૦ ગેરહાજર હતા અને એક પણ કોપી કેસ નોંધાયો નહોતો. ધો.૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા ગુરુવારથી શરૂ થશે. પ્રથમ પેપર નામાના મૂળ તત્વોનું રહેશે. પરંતુ થોડી વપિરીત સ્થિતિ એ છે કે ગુરુવારે બપોરે ૩ વાગ્યે આ પેપર લેવાશે, શુક્રવારે સવારે સેક્રેટરિયલ પ્રેક્ટિસનું પેપર છે અને શુક્રવારે બપોરે અન્ય વિષયની પણ પરીક્ષા છે.


એટલે ૨૪ કલાકમાં ત્રણ પેપર દેવાના રહેશે. ધો.૧૨માં સેક્રેટેરિયલ પ્રેક્ટિસ, કોમ્પ્યુટર, કોમર્શિયલ કોરસ્પોન્ડન્સ પૈકી બે વિષયો ફરજિયાત છે. ધો. ૧૦ની પરીક્ષાઓ પણ મધ્યસ્તરે પહોંચી છે અને આવતીકાલે તેનુંઇંગ્લિશનું પેપર છે.


 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
6 + 1


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Veena Malik: Sexy Babe
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.