Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Saurashtra >> Latest News >> Rajkot City
 

SSOની દાદાગીરી અંગે હેડ ક્વાર્ટરને રિપોર્ટ કરાશે

 
Source: Bhaskar News, Rajkot   |   Last Updated 1:28 AM [IST](10/09/2010)
 
 
 
 
 
ઓખાના રેલવે યાર્ડમાં ગઇકાલે ડી.આર.એમ.ના ઇન્સપેકશન પૂર્વે પરમેનન્ટ બે ઇન્સપેકટર પીધેલા ન હોવા છતાં તેમના પર પીધેલા હોવાનો આક્ષેપ કરી બબ્બે વખત બ્રિધિંગ ટેસ્ટ કરાવવાની ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે.

આજે રાજકોટ ડી.આર.એમ. કચેરી ખાતે કર્મચારી આગેવાનો દ્વારા લેખિત ફરિયાદ કરાતા ડી.આર.એમ દ્વારા આ અંગે હેડ ક્વાર્ટરને રિપોર્ટ કરવામાં આવશે તેમજ ત્યાંથી સૂચના મળ્યે ત્વરિત પગલાં લેવા ખાતરી ઉચ્ચારી હતી જ્યારે અપમાનનો ભોગ બનનાર પરમેનન્ટ બે ઇન્સપેકટરે ડી.આર.એમ., સિનિયર ડી.ઇ. એન તથા યુનિયનના ડિવિઝનલ સેક્રેટરીને આ અંગે ફરિયાદ કરી છે.

આ ઘટના અંગે ગઇકાલે પરમેનન્ટ બે ઇન્સપેકટર દ્વારા ડી.આર.એમ.ને ફરિયાદ કરાયા બાદ પોતાના વિભાગના વડા સિનિયર ડી.ઇ.એન. તેમજ ડિવિઝનલ સેક્રેટરી હિરેન મહેતાને ફરિયાદ કરી હતી. આજે આ અંગે રાજકોટ ડિવિઝનલ મેનેજર વેદપાલ સમક્ષ રજુઆત કરાતા તેમણે યુનિયન આગેવાનોને એવી ખાતરી આપી હતી કે આ અંગે હેડ ક્વાર્ટરને રિપોર્ટ કરવામાં આવશે તેમજ ત્યાંથી સુચના મળ્યે પગલાં લેવામાં આવશે.

આજે યુનિયન આગેવાનોએ સિનિયર સેફટી ઓફિસર આર.ડી. મીના જ્યારે ડિવિઝનમાં ઇન્સપેકશનમાં જાય ત્યારે સ્ટાફ તેઓનો વ્યવહાર સારો હોતો નથી. તેમજ તે નીચેના કર્મચારીઓ સાથે ઉધ્ધત અને તોછડો વ્યવહાર કરે છે. આ ઉપરાંત ડી.આર. એમ.ને સેફટીની ખાલી જગ્યા ભરવી, છઠ્ઠા પગાર પંચની ખામીઓ દૂર કરવી, સહિતની રજુઆત કરાઇ હતી.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
1 + 4


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.