- અનેક સંસ્થા અને સમાજના આગેવાનોએ મોદી-બાવિળયા બન્નેને ખુશ રાખ્યા
રાજકોટમાં રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે સદ્દભાવના અને સોરિઠયા વાડી ચોકમાં સત્કર્મ કાર્યક્રમ શરૂ થયો ત્યારથી જ સંસ્થાઓ અને સમાજના આગેવાનો સ્મૃતિ ચિહ્ન તેમજ ગુલદસ્તાઓ લઈને રાજકીય આગેવાનોને સત્કારવા પહોંચી ગયા હતા. નરેન્દ્ર મોદીનું રાજકોટની લગભગ મોટાભાગની સંસ્થાઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. અને દરેક સમાજના આગેવાનો પણ મોદીજીના દરબારમાં હાજરી પુરાવવા પહોંચી ગયા હતા.
પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, રઘુવંશી સમાજના યોગેશ પૂજારા, દિવ્યેશ રાજદેવ, પરેશ શીંગાળા સહિતના નેતાઓએ સદ્દભાવના અને સત્કર્મ બન્ને સ્થળે હાજરી પૂરાવી હતી. આ ઉપરાંત યોગી ડિવાઈન ટ્રસ્ટના સાધુઓએ પણ બન્ને સ્થળે હાજરી પૂરાવીને મોદીજી તેમજ બાવિળયાને આશીર્વાદ આપ્યા હતા. આ ઉપરાંત રાજકોટ સ્થાનકવાસી જૈન સંઘના હોદ્દેદારોએ પણ બન્ને સ્થળે મોં મલકાવ્યું હતું.
સદ્દભાવના અને સત્કર્મ બન્ને સ્થળે હાજરી પૂરાવનારાઓમાં મેટોડા જીઆઈડીસી પ્રતિનિધિ મંડળ, રાજકોટ ગ્રેટર ચેમ્બર, કારડિયા રજપૂત સમાજ, શીખ સમાજ, વ્હોરા સમાજ, મુસ્લિમ સમાજ, લોહાણા સમાજ, દલિત સમાજ તેમજ મહાનગરપાલિકાના સફાઈ કર્મી આગેવાનોનો સમાવેશ થાય છે.