R બે કરોડની The Great Robberyનો ભેદ, આરોપી ઝડપાયો - Solution of Rajkot Big theft, one prisoner arreste - www.divyabhaskar.co.in" /> ઉકેલાયો <span class="r_smb">R</span> બે કરોડની The Great Robberyનો ભેદ, આરોપી ઝડપાયો - Solution of Rajkot Big theft, one prisoner arreste - www.divyabhaskar.co.in
  Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Saurashtra >> Latest News >> Rajkot City
 

ઉકેલાયો R બે કરોડની The Great Robberyનો ભેદ, આરોપી ઝડપાયો

 
Source: Bhaskar News, Rajkot   |   Last Updated 10:54 AM [IST](11/02/2012)
 
 
 
 
 

- પોણા બે કરોડની લૂંટનો એક આરોપી સિરોહીથી પકડાયો - રાજકોટની સૌથી મોટી લૂંટનો ભેદ ઉકેલાયો : સવા કિલો સોનું કબજે

શહેરના બેડીનાકામાં સંગમ સોના પેઢીના ચાર કર્મચારીઓને રિવોલ્વોરની અણીએ બંધક બનાવીને તિજોરીમાંથી સોનાના સાડા સાત કિલો વજનના ઘરેણાની થયેલી લૂંટમાં રાજસ્થાનના સિરોહી શહેરમાંથી એક આરોપીને ઝડપી લેવામાં પોલીસ સફળ થઇ છે.

આરોપી પાસેથી સવા કિલો સોનુ કબજે કરવામાં આવ્યું છે. લૂંટી લેવાયેલા ચાર પૈકી એક મોબાઇલ ટ્રકમાંથી મજૂરને મળ્યા બાદ હાથ લાગેલી મહત્ત્વની કડી પોલીસને આરોપી સુધી લઇ ગઇ હતી. સવા છ કિલો સોના સાથે ફરાર અન્ય ત્રણ આરોપી સુધી પહોંચવા પોલીસની એક ટીમે સિરોહીમાં પડાવ નાખ્યો હોવાનું જાણવા મળે છે.

રવિવારે પાંચ તારીએ બપોરે અઢી વાગે ચાર શખ્સ બેડીનાકામાં સંગમ સોના પેઢીના ભાડાના મકાનમાં ત્રાટક્યા હતા અને મેનેજર રાકેશ,કર્મચારી વિક્રમસિંઘ, કમલેશ અને શિવસિંઘ ઉર્ફે શ્રીપાલસિંઘના લમણે રિવોલ્વોર મૂકી ચારેયના હાથ પાછળ બાંધી દીધા હતા. તેમજ બૂમાબૂમ ના કરે એ માટે ચારેના મોઢામાં સ્પંચના બોલ ખોંસી દઇ તિજોરીમાંથી સાડાસાત કિલો ઘરેણા અને ચારેયના મોબાઇલની લૂંટ કરી હતી.

આ ઘટનામાં અંદરની જ વ્યકિતની સંડોવણી હોવાની શંકાને કેન્દ્રમાં રાખીને તપાસ થઇ રહી હતી. દરમિયાન લૂંટી લેવાયેલા ચાર પૈકી એક કર્મચારીનો મોબાઇલ ફોન ૬ તારીખે સવારે ચાલુ થતા પોલીસને મહત્વની કડી હાથ લાગી હતી. પોલીસની એક ટીમ તાબડતોબ રાજસ્થાન સિરોહી પહોચી હતી.

ગુરુવારે સાંજે સિરોહી પહોંચેલી રાજકોટ પોલીસ સ્થાનિક પોલીસની મદદથી ન્યૂ બસ સ્ટેન્ડ રોડ પર એક દુકાન નજીકથી શકમંદ સુધી પહોંચી હતી. અને પોલીસને જોઇને ભાગવાનો પ્રયાસ કરનાર વાડેલી ગામના હમીરરામ કલબીને ચોતરફથી ઘેરીને ઝડપી લીધો હતો. આરોપી પાસેથી સવા કિલો સોનુ કબજે કરવામાં આવ્યું છે તેમજ અન્ય ત્રણ આરોપીને પકડવા માટે રાજકોટ પોલીસ ત્યાં જ રોકાઇ છે તેમજ સિરોહીના એસ.પી. કૈલાશચંદ્ર બિશ્નોઇએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું.

લૂંટના મુદ્દામાલ સાથે પકડાયેલા આરોપી હમીર રામ પોતે આ લૂંટમાં સામેલ હતો કે મુદ્દામાલ વેચવા જઇ રહ્યો હતો ? મુખ્ય સૂત્રધાર કોણ છે અને કેટલા વ્યક્તિ આ ટોળકીમાં સામેલ છે તે અંગે સઘન પૂછપરછ ચાલુ છે. લૂંટમાં પેઢીના કર્મચારી અથવા સ્થાનિક શખ્સોની સંડોવણી અંગેની પણ તપાસ ચાલુ છે.

લૂંટેલો મોબાઇલ ટ્રકમાં મૂકી રાજકોટ પોલીસને ચાર દી’ ચકરાવે ચડાવી

મોટાભાગના ગંભીર ગુનાઓમાં અપરાધીઓ સુધી પહોંચવામાં મોબાઇલના આધારે સફળ થતી હોય છે. ચબરાક લૂટારાઓએ રાજકોટના ઈતિહાસની સૌથી મોટી લૂંટ કર્યા બાદ લૂંટી લીધેલા ચાર મોબાઇલ પૈકી એક મોબાઇલ એક્ટીવ કરીને રેતી ભરેલા ટ્રકમાં રેઢો મુકી દીધો હતો. એક મોબાઇલ એકટીવ થતાં પોલીસની ટીમ રાજસ્થાન,દાંતીવાડા,રાધનપુર અને મોરબી રવાના થઇ હતી. એ મોબાઇલમાંથી જામનગરના વ્યકિતને ફોન થતાં તુરંત તેને ઉઠાવી લેવાયો હતો.

જોકે તણે મોરબીમાં મજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના સંબંધીએ ફોન કર્યાનું જણાવતા એ મજૂરની અટકાયત કરવમાં આવી હતી. મજૂરની કબૂલાત મુજબ રાજસ્થાના બિયાવરથી મોરબી માટે રેતી ભરીને આવેલો ટ્રક ખાલી કરતી વેળા ટાઇલ્સ રેતીમાંથી તેને મોબાઇલ મળ્યો હતો. બેલેન્સ હોવાથી તેણે એ ફોનમાંથી સગા,સંબંધીને ફોન કર્યા હતા. પોલીસે ટ્રક ચાલકને પૂછતા તેણે કહ્યું હતું કે તે પ,તારીખે બિયાવરથી રવાના થયા હતા.

રાતે ૧૦ વાગે સિરોહી હાઇ-વે પર નાઇટ હોલ્ટ કરીને બીજા દિવસે મોરબી ટ્રક ખાલી કર્યો ત્યારે મજૂરને મોબાઇલ મળ્યો હતો. આમ લુટારાઓએ પૂર્વયોજીત કાવતરાને અંજામ આપવા માટે મોબાઇલ ફોન ટ્રકમાં મૂકી દઇને રાજકોટ પોલીસને ચાર દિવસ સુધી ચકરાવે ચડાવી હતી.


 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
5 + 8


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Veena Malik: Sexy Babe
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.