DaxinGujarat MadhyaGujarat
Saurashtra
UttarGujarat
Kutchh
Ahmedabad
Vadodara
Surat
Rajkot
DiuDaman
Bhavnagar
Mumbai
Gujarat ni Gupsup
Home >> Saurashtra >> Latest News >> Rajkot City >> Residential Plan But Using For Commercial Notice T
પ્લાન રહેણાકનો, ઉપયોગ કોમર્શિયલ: ૧૬૮ મિલકતોને નોટિસ
Bhaskar News, Rajkot | Jun 17, 2012, 02:17AM IST
શહેરમાં મનપાની જાણ બહાર મિલકત હેતુફેર કરીને ટેક્સ ચોરી કરનારાઓને પકડવા માટે શરૂ કરેલી ઝુંબેશમાં ઇસ્ટ ઝોનમાં મંજૂરી વગર હેતુફેર થયેલી મિલકતોની હારમાળા નીકળી છે. રહેણાકમાંથી કોમર્શિયલ કે કારખાનું બની ગયા હોય એવી ૧૬૮ મિલકતો હોવાનું તંત્રની તપાસમાં બહાર આવ્યું છે. આ તમામ મિલકતધારકોને મ્યુનિસપિલ કોર્પોરેશને રિકવીઝેશન નોટિસ ફટકારી છે. મનપાના ચોપડે હેતુફેર નહીં કરાવાય તો મિલકત સીલ કરવાનો આદેશ કમિશનરે આપ્યો છે.
ટેક્સનો લક્ષ્યાંક આંબવા પ્રયાસ :
ચાલુ વર્ષે ટેક્સ રિકવરીનો લક્ષ્યાંક ૧પ૦ કરોડથી વધુનો રાખવામા આવ્યો છે. મનપાનો પ્રયાસ એવો છે કે, ટેક્સની આવક ૧૭૦ કરોડને વટી જાય. આવક મેળવવા ટેક્સ બ્રાન્ચ ઉપર જ વધુ પડતો મદાર રાખવામા આવ્યો હોઇ આવકના નવા નવા રસ્તા ખુલ્લા કરવા હેતુફેર થઇ ગયો હોય તેવી મિલકતોને ઝપટમાં લેવાની ઝૂંબેશ હાથ ધરાઇ છે.
નવું ૫૦ લાખનું માગણું ઊભું થશે :
કોમર્શિયલ દરે ટેક્સ વસુલાત ચાલુ થતા મનપાની તિજોરીમાં દર વર્ષે વધારાના રૂ. પ૦ લાખની આવક ચાલુ થઇ જશે. આ ઝુંબેશના ભાગરૂપે ઇસ્ટ ઝોનના ટેક્સ ઓફિસર અને આસી. કમિશનર એચ.પી.રૂપારેલિયાની ટીમે પહેલા મુખ્ય માર્ગો પરની મિલકતોનું ચેકીગ શરૂ કર્યું છે. રહેણાંક હેતુના પ્લાનવાળા બાંધકામનો ઉપયોગ કોમર્શિયલ થતો હોય, બાંધકામને સંપૂણપણે કોમર્શિયલમાં ફેરવી નખાયુ હોય, કારખાનુ ચાલતુ હોય એવા કુલ ૧૬૮ હેતુફેરવાળા બાંધકામ પકડાયા છે.
ક્યાં વિસ્તારમાં કેટલી મિલકત?
કુવાડવા રોડ - ૬૦
કોહીનુર પેપર ઇન્ડ.એરિયા, મણીનગર, ન્યૂ શકિત સોસા. - પ
આજી ઇન્ડ. એરિયા - પ
સોરિઠયાવાડી, પટેલનગર, પરસાણાનગર-૧પ
આર્યનગર, સંતકબીર રોડ - પ૦






