રાજકોટની છાત્રાએ રાષ્ટ્રીય કક્ષાએ મેડલ પર નિશાન તાકયું
- રાજકુમાર કોલેજની છાત્રા તાન્યાએ ૧૦ મી.એર પીસ્ટલ શુટીંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો
શહેરની ઐતિહાસિક એવી રાજકુમાર કોલેજમાં ધોરણ ૧૦માં અભ્યાસ કરતી કુમારી તાન્યા પ્રણવકુમાર મોરઝરીયા નામની છાત્રાએ રાષ્ટ્રીય કક્ષાએ શુટીંગ સ્પર્ધામાં રાજયનું તેમજ શહેરનું નામ રોશન કર્યુ છે. ૮ મહિના પહેલા જ શુટીંગની પ્રેકટીશ શરૂ કરનાર તાન્યાએ તાજેતરમાં જ યોજાયેલી ગુજરાત સ્ટેટ અને ઓલ ઈન્ડિયા ઇન્ટર સ્કૂલ શુટીંગ કોમ્પીટીશનમાં ૧૦ મીટર એર પીસ્ટલ શુટીંગમાં સુંદર દેખાવ કરી મેડલ મેળવ્યાં છે. તાન્યાએ ૪૮મી ગુજરાત સ્ટે શુટીંગ ચેમ્પીયનશીપમાં બ્રોન્ઝ, ૧૬મી કુમાર સુરેન્દ્રસીંગ ઓલ ઇન્ડિયા ઇન્ટર સ્કૂલ શુટીંગ ચેમ્પીયનશીપમાં બોન્ઝ મેડલ, ૧લી વેસ્ટ ઝોન શુટીંગ ચેમ્પીયનશીપમાં પણ બ્રોન્ઝ મેડલ અને સ્ટેટ શુટીંગ કોમ્પીટીશનમાં ગોલ્ડ મેડલ મેળવી અનેરી સિધ્ધી મેળવી છે. ટુંકા જ સમયમાં અભ્યાસની સાથે શુટીંગમાં કાબેલીયત મેળવતાં આરકેસીનાં પ્રીન્સીપાલ ઠક્કર અને કોલેજનાં વિદ્યાર્થીઓએ તાન્યાને શુભેચ્છાઓ પાઠવી છે. વધુ તસવીરો જોવા આગળ સ્ક્રોલ કરો.






