Advertisement
Home >> Saurashtra >> Latest News >> Rajkot City >> Oppose At Sarpanch Office

દેરડી પંચાયત કચેરીને સરપંચના દિયરે તાળુ મારી દીધું

Bhaskar News, Rajkot | Jun 23, 2012, 13:11PM IST
 
 

- કચેરીને તાળા મારી પાણી વિતરણ કરતી મોટર પણ બંધ કરી દીધી

ગોંડલ તાલુકાના દેરડી ગામની પંચાયત કચેરીને આજે સવારે મહિલા સરપંચ ગીતાબેનના દિયર હસુભાઇ અમરશીભાઇ ગોળ અને પંચાયતના સદસ્યોએ તાળા મારી દઇ પાણી વિતરણની મોટર બંધ કરી દેતા ચકચાર મચી ગઇ છે. બનાવ અંગે પંચાયત કચેરીના પટ્ટાવાળા શાંતિલાલે પોલીસમા ફરિયાદ નોંધાવી છે.

બનાવની મળતી વિગતો મુજબ, પંચાયતે થોડા સમય પહેલા જ ભંગાર વેંચ્યો હતો. તેમજ ટ્રેક્ટર અને જેસીબીના બિલ ચૂકવવાના બાકી હોવાથી સરપંચના પતિ અરવિંદભાઇ અને તેના નાના ભાઇ હસુભાઇ સાથે ચડભડ થઇ હતી અને હસુભાઇએ બિલ નહીં ચૂકવાય તો કચેરીને તાળા મારી દેવાની ચીમકી આપી હતી. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે. પાણી વિતરણની મોટર બંધ કરી દેવાતા ગ્રામજનોમાં દેકારો મચી ગયો હતો.
 
 
 

Your Opinion
 
 
Code:
8 + 4

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment