સાસરે થી આવેલી બહેન સાથે ઝગડો થતાં પિતાએ આપેલા ઠપકાનું માઠું લાગતા વિનોદનગરના પટેલ યુવાને ટ્રેન નીચે પડતું મૂકી જીવનનો અંત આણતાં અરેરાટી મચી ગઇ હતી. સાતમ-આઠમના તહેવાર પર એક ના એક પુત્રના આપઘાતથી પટેલ પરિવાર સ્તબ્ધ થઇ ગયો હતો.
ગોંડલરોડ પર સાંિઢયા પુલ પાસેથી પસાર થયેલ ટ્રેન હેઠળ પડતું મૂકી યુવાને આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં તાલુકા પોલીસ દોડી ગઇ હતી, અને તપાસ શરૂ કરતાં મૃતક કોઠારિયા રોડ પરના વિનોદનગરનો પટેલ ધર્મેશ ધીરૂભાઇ દોમડિયા (ઉ.વ.૨૬) હોવાનું ખૂલ્યું હતું. ધર્મેશ એક બહેનનો એકનો એક ભાઇ હતો.
તેની બહેન સાસરેથી તહેવાર કરવા આવી હતી. મોબાઇલ ગુમ થઇ જતાં ભાઇ-બહેન વચ્ચે ઝગડો થયો હતો. આ મુદ્દે જમીન-મકાનના ધંધાર્થી ધીરૂભાઇએ પુત્ર ધર્મેશને ઠપકો આપ્યો હતો. પિતાના ઠપકાનુ માઠું લાગતાં યુવાન રાત્રીના જ ઘરેથી નીકળી ગયો હતો અને આ અંતિમ પગલું ભરી લીધું હતું.