Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Saurashtra >> Latest News >> City Bhaskar Rajkot
 

સ્વાઇન ફ્લૂથી વધુ બે મહિલાનાં મોત

 
Source: Bhaskar News, Rajkot   |   Last Updated 3:49 AM [IST](30/08/2010)
 
 
 
 
 

રાજકોટ હોસ્પિટલમાં ૩૦ દર્દી દાખલ: ૬ની હાલત ગંભીર


જામનગર જિલ્લામાં સ્વાઇન ફ્લૂએ માથું ઊંચકર્યું છે અને મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. જામનગરના સપડા ગામની સગભૉનું સ્વાઇન ફ્લૂથી મોત નપિજતાં અરેરાટી મચી ગઇ હતી. તેમજ અમરેલીમાં ચાંચ બંદરની યુવતીનું સ્વાઇન ફલૂથી મોત નિપજ્યું હતું. તથા રાજકોટ હોસ્પિટલમાં ૩૦ દર્દીઓ દાખલ છે તે પૈકી છની હાલત ગંભીર છે.


જામનગર તાલુકાના સપડા ગામના અમીબેન હીરાભાઇ (ઉ.વ.૨૫)ને સ્વાઇન ફ્લૂની આશંકાએ જામનગરની જીજી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જેમનો રિપોર્ટ પોઝિટિવ આવતાં સઘન સારવાર શરૂ કરવામાં આવી હતી. પરંતુ રવિવારે તેમનું મોત નિપજ્યું હતું. અમીબેન સગભૉ હોય તેમના મોતથી અરેરાટી મચી ગઇ હતી. મહિલાના મૃત્યુ સાથે જામનગર સ્વાઇન ફ્લૂ વોર્ડનો મૃત્યુઆંક ૨૪ થયો હતો.


રાજકોટ મેડિકલ કોલેજ લેબોરેટરી ખાતે આજે વધુ ૨૬ સેમ્પલનું પ્રુથ્થકરણ થયું હતું. જેમાંથી ૧૨નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સ્વાઇન ફ્લૂ વોર્ડમાં ૩૦ દર્દીઓ દાખલ છે જેમાંથી ૨૪નો રિપોર્ટ પોઝિટિવ છે અને પોઝિટિવ પૈકીના ૬ દર્દીઓની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું હતું.


રાજુલાના ચાંચ બંદરની યુવતી રૈયાબેન શંભુભાઇ ચૌહાણ (ઉ...વ ૨૧)ને સ્વાઇન ફલૂની આશંકાએ અમરેલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જેનું ટુંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું


 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
4 + 3


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.