DaxinGujarat MadhyaGujarat
Saurashtra
UttarGujarat
Kutchh
Ahmedabad
Vadodara
Surat
Rajkot
DiuDaman
Bhavnagar
Mumbai
Gujarat ni Gupsup
“ભાજપ ગુંડાઓને રાજ્યાશ્રય આપે છે”: મોઢવાડિયા
Bhaskar News, Rajkot
| Jul 01, 2012, 03:42AM IST

રાજકોટમાં ઓબીસી અને પ્રજાપતિ જ્ઞાતિના સંમેલનમાં બોલતા પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અર્જુનભાઇ મોઢવાડિયાએ રાજકોટની વર્તમાન પરિસ્થિતિ સંદર્ભે પોલીસ તંત્રની ઉગ્ર શબ્દોમાં ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે, ગુંડાઓ અહીં બેફામ બન્યા છે કારણ કે, ભાજપની સરકાર તેમને રાજ્યાશ્રય આપે છે. વર્તમાન અને તે પહેલાના પોલીસ કમિશનર પ્રજા માટે નહીં પરંતુ, ભાજપ માટે કામ કરે છે. સભાઓમાં ટોળાં અને સમારોહ માટે પૈસા એકત્ર કરી દેતાં અધિકારીઓ મોદીને વહાલા લાગે છે. પ્રજાપતિ સમાજને ભાજપના રાજમાં ભારોભાર અન્યાય થયો હોવાનું તેમણે કહ્યું હતું
પ્રજાપતિ સમાજના સમુદાયને સંબોધન કરતા કોંગ્રેસ પ્રમુખે કહ્યું કે, રાજકોટના પોલીસ કમિશનર મુખ્યમંત્રીના કાર્યક્રમમાં પૈસા ભેગા કરવાનું જ કામ કરે છે તેથી ગુંડાઓને પકડી શકતા નથી. રાજકોટમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અત્યંત કથળી છે કારણ કે, સરકાર ગુંડાઓને છાવરે છે. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસના સમયમાં ગામડાંઓમાંથી શહેરમાં આવી વસેલા પ્રજાપતિ સમાજના લોકો માટે હવે વેપાર કે વસવાટની તક રહી નથી. ભાજપની સરકાર મોટા ઉદ્યોગો માટે કામ કરે છે. પરંતુ, કારીગર વર્ગની સુખાકારીને ભાજપના એજન્ડામાં સ્થાન નથી.
૨૦૦૬માં કેન્દ્ર સરકારે જે કાયદો ઘડ્યો હતો તે અનુસાર બાંધકામ ઉદ્યોગ પાસેથી એક ટકાના દરે સેસ લેવામાં આવે તો ૧હજાર કરોડ રૂપિયાની આવક થાય. જે ગરીબો માટે વાપરી શકાય. પરંતુ, ભાજપને તેમાં રસ નથી. રાજ્યમાં ૧૬ હજાર બાળકો ગુમ થયા છે તેનો પતો નથી.
- કોંગ્રેસ શું કરશે ?
મોઢવાડિયાએ કહ્યું કે, વિધાનસભામાં કોંગ્રેસની સરકાર ચૂંટાશે તો પેટ્રોલ-ડીઝલ પરનો વેટ ઘટાડશું, પ્રજાપતિ સમાજ અને કારીગર વર્ગ માટે આવાસ યોજના ઘડશું તથા ગુંડાગીરી નાબૂદ કરશું.






