Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Saurashtra >> Latest News >> Rajkot City
 

કાનાને માખણ ભાવે રે... કાનાને રાજકોટ ગમે રે...

 
Source: Bhaskar News, Rajkot   |   Last Updated 1:52 AM [IST](02/09/2010)
 
 
 
 
 
રાજકોટકહાન રંગે રંગાયું.

હજારો વર્ષ પહેલાં ગોકુળ અને વૃંદાવનની ગોપીઓને ઘેલું લગાડનાર કૃષ્ણની મોહિની આજે પણ એટલી જ પ્રભાવક રહી છે. કૃષ્ણ જન્મને ઉજવવા સમગ્ર વિશ્વ થનગની રહ્યું છે ત્યારે રાજકોટમાં પણ ઉત્સાહના ઘોડાપૂર વહે છે.

કાનાના જન્મને હૃદયપૂર્વક વધાવવા રંગીલા રાજકોટવાસીઓ કૃષ્ણના રંગમાં રંગાઇ ગયા છે અને શહેરના દરેક ચોકે વિવિધ ફ્લોટ્સ ઊભા કરી અનેરો શણગાર કરવામાં આવ્યો છે. જ્યાં ઉત્સવને સ્વયં ઉજવાઇ જવાનું મન થાય તેવા રાજકોટ શહેરના ઉત્સવપ્રિય લોકોએ શહેરને ગોકુિળયું બનાવી દીધું છે.

શહેરની વિવિધ સ્કૂલોમાં પણ બાળકો માટે કૃષ્ણ ભગવાન વેશભૂષા, હરીફાઇ યોજાઇ હતી. પંચનાથ મંદિર, એસ્ટ્રોન ચોક, રૈયારોડ, સોરિઠયાવાડી ચોક, કાલાવડ રોડ સહિતના શહેરના તમામ ચોકમાં બંસરીના સૂર રેલાવા લાગ્યા છે. ગોકુળિયું બનેલા રાજકોટે રોશનીની ચાદર ઓઢી લીધી છે.

સમગ્ર શહેરમાં હાથી ઘોડા પાલકી, જય કનૈયાલાલ કીના નાદ ગૂંજી ઊઠ્યા છે. નાના બાળકોથી લઇ મોટેરાઓમાં આ તહેવારનો અનેરો ઉત્સાહ છવાયો છે અને કૃષ્ણ જન્મની વધામણી માટે રંગીલા રાજકોટવાસીઓ થનગની રહ્યા છે.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
10 + 6


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 

Bollywood

 

Cricket

 

Interesting News

 

Business

 

Religion

 

Most Read

 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.