Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Saurashtra >> Latest News >> Rajkot City
 

રાજકોટમાં ભૂકંપના આભાસથી લોકોમાં ભય

 
Source: Bhaskar News, Rajkot   |   Last Updated 4:31 AM [IST](26/08/2010)
 
 
 
 
Advertisement
 

સિસ્મોગ્રાફ પર ક્યાંય આંચકાની નોંધ થઇ નથી


શહેરના કેટલાક વિસ્તારોમાં બપોરે ધરતીકંપના આંચકાનો અનુભવ થયાની વાત પ્રસરતાં લોકો ભયમાં મૂકાયા હતા. જો કે સત્તાવાર રીતે આંચકો નોંધાયો નથી.


બપોરે અઢી વાગ્યાની આસપાસ કોઠારિયા રોડ, નંદા હોલ, હુડકો-આનંદનગર વિસ્તારમાં ધરતીકંપનો આંચકો લોકોએ અનુભવ્યો હતો. થોડી સેકન્ડ માટે ધરતી ધ્રુજતાં લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. તરત જ કોર્પોરેશન - ફાયર બ્રિગેડે પણ ફોન કર્યા હતા. પરંતુ કોઇ ગંભીર ઘટના આકાર પામી ન હતી.


ધરતીકંપના આંચકાની વાત ફેલાતા શહેરના અન્ય વિસ્તારોમાં પણ થોડું ડરનું વાતાવરણ ઊભું થયું હતું. દરમિયાન દિલ્હી સ્થિત સિસ્મોલોજી સેન્ટર અને હવામાન ખાતાની ભુજ સ્થિત ઓફિસે તપાસ કરતા બુધવારે આખા દિવસ દરમિયાન એકપણ આંચકો કે આફ્ટર શોક નોંધાયો ન હતો.


ગયા અઠવાડિયે રાપર વિસ્તારમાં ધરતીકંપ થતાં અને છેલ્લા કેટલાક દિવસોમાં આવા બનાવ વધ્યા હોવાથી આજે બપોરે થયેલી ઘટના બાદ લોકો ગભરાયા હતા. પરંતુ ધરતીકંપનો આંચકો મોટેભાગે તો એક આભાસ જ હતો. ધરતીની ધ્રુજારી જેવી બાબતોમાં આમ પણ માસ સાઇકોલોજી કામ કરતી હોય છે. એકવાર એક વ્યક્તિને થયેલો આભાસ અન્યને પણ થાય છે. રાજકોટમાં પણ આજે એવું થયું હતું.


 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
10 + 8


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.