DaxinGujarat MadhyaGujarat
Saurashtra
UttarGujarat
Kutchh
Ahmedabad
Vadodara
Surat
Rajkot
DiuDaman
Bhavnagar
Mumbai
Gujarat ni Gupsup
Home >> Saurashtra >> Latest News >> Rajkot City >> Here Yesterday, Saying Khusi, Saying Gum's Views Would Be
કાલે અહીં 'કહીં ખૂશી, કહીં ગમ'નાં દ્રશ્યો સર્જાશે
Divyabhaskar.com
| Dec 19, 2012, 13:37PM IST
- કાલાવડ રોડ, કણકોટ પાસે આવેલી એન્જિનિયરીંગ કોલેજમાં મતગણતરી થશે, અધિકારીઓ પરોઢિયે પહોંચી જશે
સૌ કોઇ પહેલા ચૂંટણી, ચૂંટણી કરતાં હતા. ચૂંટણી પૂરી થયાં બાદ કોણ જીતશે, કોણ હારશેની ચર્ચાઓ શરૂ થઇ હતી. હવે એ આતુરતાનો પણ અંત આવતી કાલે આવી જશે. રાજકોટની ભાગોળે કાલાવડ રોડ, કણકોટ પાસે આવેલી સરકારી એન્જિનિયરીંગ કોલેજમાં જિલ્લાની ૧૧ બેઠકોની મત ગણતરી થવાની છે. ચૂંટણીનું પરિણામ વહેલું જાહેર કરી દેવા તંત્ર પણ સજ્જ થયું છે. અહીં પોલીસ તેમજ અર્ધ લશ્કરી દળોનાં જવાનોને તૈનાત કરી દેવાયા છે. આવતી કાલે એટલે કે, ગુરૂવારે પરોઢિયે જ અધિકારીઓનો કાફલો અહીં પહોંચી જશે અને અંદાજિત સાતેક વાગ્યાની આસપાસ મતોની ગણતરી શરૂ થશે. મત ગણતરી શરૂ થતાંની સાથે જ ઉમેદવારોમાં સર્જાશે કહીં ખુશી, કહીં ગમનાં દ્રશ્યો. વધુ તસવીરો જોવા આગળ કલીક કરો. તસવીર: પ્રકાશ રાવરાણી





