Divya Bhaskar
SAURASHTRA
Home » Saurashtra » Latest News » Rajkot City » Gondal's Great Saint Nathabhai Joshi Is No More

ગોંડલના મહાન સંત નાથાભાઇ જોશી અમદાવાદમાં બ્રહ્મલીન

Bhaskar News, Gondal | May 20, 2013, 04:40AM IST
ગોંડલના મહાન સંત નાથાભાઇ જોશી અમદાવાદમાં બ્રહ્મલીન

ગોંડલના સંતપુરુષ અને માઇભક્ત તથા હજારો અનુયાયીઓ ધરાવતા પૂ. નાથાભાઇ જોશીનું બપોરના અમદાવાદ ખાતે નિધન થતા ગોંડલ સહિ‌ત હજારો અનુયાયીઓ શોકમગ્ન બન્યા હતા. નાથાભાઈ છેલ્લા ઘણા વખતથી બિમાર હતા. અમદાવાદના એક બંગલામાં તેમની સારવાર કરવામાં આવી હતી. પરંતુ અંતે તેમણે જીવનલીલા સંકેલી લીધી હતી. રવિવારે રાત્રે તેમના પાર્થિ‌વ દેહને ગોંડલ લાવવામાં આવ્યો ત્યારે તેમના દર્શન કરવા હજારો લોકો ઉપસ્થિત રહ્યા હતા. સદગતના પાર્થિ‌વદેહને બે દિવસ માટે જાહેર દર્શનાર્થે રાખવામાં આવશે અને ત્યારબાદ મંગળવારે સાંજે રમાનાથધામ ખાતે અંતિમ સંસ્કાર અપાશે. તે દિવસે તેમની સ્મૃતિમાં ગોંડલના વેપારીઓ તથા ઉદ્યોગપતિઓ ધંધા રોજગાર બંધ રાખશે.



૧૯૪૬માં જૂનાગઢથી ગોંડલ આવી વસેલા અને અધ્યાત્મિકતાની અહાવેક જગાવનાર માંજગદંબાના પરમ ઉપાસક નાથાભાઇ જોશીનું ૯૩ વર્ષની વયે અમદાવાદમાં નિધન થતા ભક્ત સમુદાયમાં શોકની લાગણી ફેલાઇ હતી. ૧૯૪૬માં જ પૂ. નાથાભાઇને મા જગદંબાનું પ્રાગટય અને અનુભૂતિ થતા જીવન ભકિતમય હતું. સ્ટેશન પ્લોટમાં આવેલ તેમના નિવાસસ્થાને જ માતાજીની ઉપાસના અને ભકિતની અલાહેક ગુંજતી રેહેતી હતી. તેમના હાથે નિર્માણ પામેલ ભાગવત સાધના સંધમાં આજે ભકતગણ દ્વારા લઘુસ્તવ, સતુતિદ્ર પ્રસિધ્ધિ નિત્ય થઇ રહ્યા છે. છેલ્લા કેટલાક વરસોથી પૂ. નાથાભાઈ માત્ર પ્રવાહી ઉપર જ હતા. છેલ્લે તબીયત નરમ ગરમ રહેતા અઢી વર્ષથી અમદાવાદ રહેતા હતા. જયાં ઉચ્ચ તબીબો દ્વારા તેમની સારવાર કરાઇ રહી હતી.



તેમના હસ્તે ઉમવાડ રોડ ઉપર પ૧ એકર જગ્યામાં ભવ્ય કહી શકાય તેવું જગદંબાનું મંદિર રામનાથધામ છેલ્લા વીસ વર્ષથી આકાર લઇ રહ્યું છે. આજે રાત્રે તેમના પાર્થિ‌વદેહને ગોંડલ લવાયા બાદ સ્ટેશનલોકમાં આવેલ તેમના નિવાસસ્થાને શ્રૃતિ ખાતે સોમવારે સવારે ૯ થી ૧૧ તથા સાંજે પ થી ૭ તથા મંગળવારે સવારે ૯ થી ૧૧ તેમના પાર્થિ‌વદેહના દર્શન માટે રખાશે.બાદમાં નિવાસસ્થાનેથી સાંજે અંતિમયાત્રા નીકળશે. અને રમાનાથધામ ખાતે અંતિમ સંસ્કાર અપાશે. ગુજરાત, મુંબઇ અને છેક વિદેશોમાં પણ ભક્તગણ ધરાવતા પૂ.નાથાભાઇના શિષ્યગણમાં અનેક ટોચના તબીબો, અધિકારીઓ, રાજકારણીઓનો સમાવેશ થાય છે.


ગોંડલનાં મહાન સંત પૂ.નાથાભાઇ જોષીની અલભ્ય તસવીરો જોવા આગળ કલીક કરો. તસવીર: પિન્ટુ ભોજાણી અને હિમાંશુ પુરોહીત, ગોંડલ

Dandiya Contest
Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
9 + 4

 
Advertisement

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

 
Email Print Comment