Advertisement
Home >> Saurashtra >> Latest News >> Rajkot City >> Gagadayo Gold, Rs .570 Decreased

સોનાનો ભાવ ગગડયો, રૂ.પ૭૦ ઘટયો

Hetal Patel, Rajkot | Dec 19, 2012, 12:33PM IST
 
 


- વિશ્વબજાર પાછળ ચાંદીમાં રૂ. ૧૪૦૦નો કડાકો નોંધાયો


આજે ભારતીય બુલિયન બજારમાં સોના ચાંદીના ભાવમાં જંગી કડાકો જોવા મળ્યો હતો. વિશ્વબજારની નરમાઇ, ડોલર સામે રૂપિયાની મજબૂતાઇ તેમજ સ્ટોકસ્ટિની વેચવાલી નીકળતા સોનામાં રૂ.૬૦૦ અને ચાંદીમાં રૂ.૧૪૦૦ સુધીનો ભાવઘટાડો થઇ જતાં કિંમતી ધાતુઓના ભાવ દોઢ મહિનાની નીચી સપાટીએ જોવા મળ્યા હતા. કિંમતી ધાતુઓમાં સુરક્ષિત રોકાણ ઘટતા વૈશ્વિક સોનું ઘટીને ૧૬૭૦ ડોલર સુધી જોવાયું હતું.


સપ્તાહની શરૂઆતથી કિંમતી ધાતુઓના ભાવમાં ભારે અફરાતફરી જોવાઇ રહી છે. આજે યુએસ ડોલર સામે રૂપિયો મજબૂત થતાં સોનાની આયાતકિંમત ઘટી જતાં ભાવ તૂટયા હતા. વધુમાં ગઇકાલે જ વૈશ્વિક સોનામાં ૨૫ ડોલરનો ઘટાડો થઇ જતાં તેની બજાર પર અસર દેખાઇ હતી. સ્થાનિકમાં રાજકોટ ખાતે સોનાના ભાવ રૂ.૬૦૦ ઘટી રૂ.૩૧,૦૭૦, સોનું બિસ્કિટ રૂ.૬૦૦૦ ઘટી રૂ.૩,૧૦,૭૦૦ અને ચાંદી રૂ.૧૪૦૦ ઘટી રૂ.૫૯,૦૦૦ના મથાળે હતી. વિશ્વબજારમાં મોડી સાંજ સુધી ઘટાડાનો દોર ચાલુ રહ્યો હતો.


આ લખાય છે ત્યારે હાજરમાં સોનું ૪.૮૦ ડોલર ઘટી ૧૬૭૧.૬૦ ડોલર તેમજ ચાંદી ૪૮ સેન્ટ તૂટી ૩૧.૨૭ ડોલર પ્રતિ ઔંશ થઇ હતી.  સ્થાનિકમાં સોનાના ભાવ રૂ.૩૨,૯૦૦ની સર્વોચ્ચ સપાટીએથી તૂટીને રૂ.૩૧,૦૦૦ નજીક પહોંચી જતાં લોકોમાં ખરીદીનો ઉત્સાહ જોવા મળે તેવી આશા છે.


- મુખ્ય શહેરોમાં સોનાનો ભાવ


રાજકોટ ૩૧,૦૭૦ -૬૦૦
અમદાવાદ ૩૧,૦૭૫ -૬૨૫
મુંબઇ ૩૦,૬૭૦ -૬૩૦
દિલ્હી ૩૧,૨૦૦ -૫૦૦
કોલકાતા ૩૧,૧૨૫ -૫૪૫


 
 
 

Your Opinion
 
 
Code:
10 + 9

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment