Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Saurashtra >> Latest News >> Rajkot City
 

આજે પણ યુવાનો માટે મેળો ફેવરિટ

 
Source: Bansi Bhatt, Rajkot   |   Last Updated 12:56 AM [IST](02/09/2010)
 
 
 
 
 
માણસ સામાજિક પ્રાણી છે. સંબંધોના તાણાવાણા અને સંબંધોની ઉષ્મા થકી જ તો સમાજનું નિર્માણ થાય છે. અને તહેવારો એ સંબંધોને વધુ ઘનિષ્ઠ અને આત્મીય બનાવે છે.

રાજકોટમાં દર વર્ષે જન્માષ્ટમી પર લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. માત્ર રાજકોટમાં જ નહીં, સમગ્ર સૌરાષ્ટ્રમાં લોકમેળાની એક ભાતીગળ સંસ્કૃતિ પાંગરી છે. સૌરાષ્ટ્રનો માણસ ખુલ્લા મનનો માણસ છે. સાચા અર્થમાં મેળાનો માણસ છે. મેળો એટલે ખુલ્લા મને મળવાનો મોકો. થોડા સમય માટે તમામ દુન્યવી ચિંતામાં કે લાલસાઓને કોરાણે મૂકીને મિત્રો પરિવારજનો સાથે નિર્ભેળ આનંદ લૂંટવાની તક આ લોકમેળા પૂરા પાડે છે.

આધુનિક યુગમાં તહેવારો ઉપર હરવા-ફરવા જવાનું મહત્વ વધ્યું છે. મનોરંજનના અન્ય માધ્યમો પણ ઉપલબ્ધ થયા છે. ત્યારે પણ લોકમેળા પ્રત્યે લોકોનું આકર્ષણ યથાવત રહ્યું છે. આજના યુવાનોનો લોકમેળા પ્રત્યે કેવા અભિગમ છે તે જાણવા માટે ‘દિવ્ય ભાસ્કરે’ પ્રયાસ કર્યો.

તહેવારો નિમીત્તે યોજાતા -

મેળામાં જવું જોઇએ. રોજિંદી જીવનમાંથી થોડુંક રિલેકસ થવાય છે. જૂના અને નવા મિત્રો જોડે હરવા-ફરવાનો એક અલગ આનંદ મળે છે.
હરનશિ સામંત

આપણા જીવનને તહેવારો પ્રફુિલ્લત કરે છે. રોજ-બરોજના જીવનમાં મનોરંજન મેળવવા માટે વર્ષમાં એક વખત મેળાની મુલાકાત લેવી જોઇએ. એક સાથે લાખો કરોડો લોકો ભેગા મળી તહેવાર ઉજવે છે.
-વઘાસિયા ગૌતમ

મિત્રો સાથે મેળામાં જવાનો એક અલગ આનંદ છે. મેળામાં જવુ જોઇએ. રેગ્યુલર લાઇફથી થોડા દિવસો રજાના મળે છે. તેમાં તહેવારોને માણી શકાય છે. મેળામાં જવાનો એક અનેરો ઉત્સાહ હોવો જ જોઇએ.
-ફાલ્ગુની સુદાણી

આજના દોડધામ અને વ્યસ્તતાના યુગમાં આ તહેવારોને જીવનમાં સ્થાન આપવું જોઇએ. લોકોએ મેળામાં જવું જ જોઇએ. જન્માષ્ટમી નિમિત્તે મેળાના તહેવારને માણવો જોઇએ.
-રોહન પંડ્યા

મેળામાં ઓછું જવું જોઇએ. ખૂબ ભીડ હોય છે. કોઇપણ પ્રકારની સિકયોરિટી નથી હોતી. રમકડા સ્ટોલ, રાઇડ્સ તેનાથી વિશેષ કંઇ જ હોતું નથી. બધુ પરંપરાગત હોય છે. મનોરંજનનો એક ભાગ થઇ ગયો છે.
-રૂપલ ટાંક

મેળામાં જવુ જોઇએ. અલગ-અલગ સંસ્કૃતિ, ધર્મના લોકો એક-સાથે મેળાના તહેવારને માણતા જોવા મળે છે. તહેવારોમાં રજા મળવાથી મિત્રો સાથે ફેમિલી સાથે એન્જોયમેન્ટ કરવા મળે છે.
-જાની ડાલી
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
6 + 7


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.