Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Saurashtra >> Latest News >> Rajkot City
 

ચૂંટણીનો જંગ જાહેર, રાજકોટ બનશે રણભૂમિ

 
Source: Bhaskar News, Rajkot   |   Last Updated 3:49 AM [IST](10/09/2010)
 
 
 
 
 

મહાપાલિકાની ચૂંટણીનું જાહેરનામું બહાર પડતાની સાથે જ વહીવટી તંત્ર અને રાજકીય પક્ષોએ તૈયારીના ઘોડા વધુ દોડાવવાનું શરૂ કરી દીધું છે. અન્ય મહાનગરપાલિકાની સાથે જ યોજાનારી રાજકોટ મનપાની ચૂંટણી તા. ૧૦મી ઓક્ટોબરે છે. ઉમેદવારીપત્ર ભરવાનું તા. ૨૦મી સપ્ટેમ્બરે શરૂ થઇ છેલ્લી તારીખ ૨પમી રહેશે. ઉમેદવારી પરત ખેંચવાની તારીખ ૨૮મી અને તા. ૧૦મીએ મતદાન થયા બાદ બે જ દિવસમાં તા. ૧૨મી મત ગણતરી થવાની છે.


આગામી મનપાની ચૂંટણીમાં વોર્ડના સિમાંકનમાં કોઇ ફેરફાર નથી થયો પણ બેઠકની અનામત સ્થિતિમાં ધરખમ અને રાજકીય પક્ષોની કસોટી થાય એવો ફેરફાર જરૂર થયો છે. કુલ ૨૩ વોર્ડમાંથી ૧૧ વોર્ડમાં અનામતમાં ફેરફાર થયો છે. જેના કારણે જ્ઞાતિવાદનું ગણિત પણ એટલું જ મહત્વનું બની રહેશે.


અનામતમાં ફેરફાર થયો હોય એવા વોર્ડમાં ૧, ૩, ૪, ૬, ૭, ૯, ૧૧, ૧પ, ૧૬, ૧૭, ૨૩માં ક્યાંક પુરુષ અનુસૂચિત જાતિ તો ક્યાંક સ્ત્રી અનુસૂચિત જાતિ અને ક્યાંક ઓ.બી.સી. બેઠકમાં ફેરફાર થયેલો છે. અનામતમાં ફેરફાર થયો હોય એવો વોર્ડમાં કોર્પોરેટરોની પેનલને અસર થાય એવી સંભાવના નકારી શકાય તેમ નથી. આજે જાહેરનામું બહાર પડતા જ રાજકીય પક્ષોએ જે તે વોર્ડમાંથી વાંધા સૂચનો મગાવવાનું શરૂ કરી દીધું છે. આવતીકાલે ચૂંટણી અધિકારી કલેક્ટર સાથે રાજકીય પક્ષોના હોદ્દેદારોની બેઠક રાખવામાં આવી છે.


મનપાનો કોઇ કર્મચારી ચૂંટણીની ફરજમાં નહીં !


લોકસભા કે ધારાસભાની ચૂંટણીમાં મહાપાલિકાના કર્મચારીને ફરજ સોંપવામાં આવે છે. પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય મહાપાલિકાના એક પણ કર્મચારીને બૂથથી માંડી એક પણ કામગીરી સોંપવામાં નહીં આવે. ચૂંટણી વ્યવસ્થા માટે ચૂંટણી અધિકારી તરીકે કલેક્ટર હસ્તક જવાબદારી રહેશે.


આ વખતે નવા ૪પ૦ બૂથનો વધારો, કુલ ૧૧૬૭ બૂથ પર થશે મતદાન


શહેરના વોર્ડ સીમાંકનમાં કોઇ ફેરફાર થયો નથી પણ બૂથની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચની ગાઇડલાઇન મુજબ એક બૂથ પર એવરેજ ૭૦૦ થી ૮૦૦ મતદારોનો જ સમાવેશ કરવો. પરિણામે આ વખતે નવા ૪પ૦ બૂથનો વધારો કરી કુલ ૧૧૬૭ બૂથ ઉપર મતદાન થવાનું છે. નવા બૂથ ક્યા વિસ્તારમાં કઇ જગ્યાએ ઊભા કરવા તેનું આયોજન પણ પૂર્ણ કરી આ યાદી ચૂંટણી પંચને મોકલી દેવામાં આવી છે. શાળા, કોમ્યુનિટી હોલ સહિતના સ્થળે આ નવા બૂથ ઊભા કરવામાં આવશે.


ઇ-વોટિંગ કોન્સેપ્ટનો ફિયાસ્કો, માત્ર ૧૩ મતદારો જ ઇ-વોટિંગ કરશે !


ચૂંટણી પંચે આ વખતે ઇ-વોટિંગનો નવો નૂસખો અજમાવ્યો છે પરંતુ રાજકોટમાં આ પ્રયોગ સંદતર નિષ્ફળ ગયો છે. ઇ-વોટિંગ માટે પ્રાયોગિક ધોરણે વોર્ડ નં. ૧૦ પસંદ કરવામાં આવ્યો છે. પરંતુ કાં તો માર્ગદર્શનનો અભાવ હોય કાં તો ઇ-વોટિંગ પ્રત્યે લોકો જાગૃત ન હોય અથવા તો રસ ન હોય એ સહિતના પરબિળોના કારણે માત્ર ૧૩ વ્યક્તિ જ ઇ-વોટિંગનો લાભ લેશે. ઇ-વોટિંગ માટે બૂથ ઉપર અલગ વ્યવસ્થા રાખવી કાં તો જે તે મતદાર તેના ઘરે અથવા તો પોતાની રીતે નેટ પર મતદાન કરે. પરંતુ સંખ્યા ઓછી થતા બૂથ પર વ્યવસ્થા કરવાનો વિકલ્પ રદ્દ કરવો પડ્યો છે.


નવા દોઢ લાખ મતદારોનો વધારો, કુલ ૭, ૬પ, ૨૯૧ મતદારો


મનપાની ગત ચૂંટણી કરતા આ વખતે દોઢ લાખ મતદારોનો વધારો થયો છે. કુલ ૭,૬પ,૨૯૧ મતદારો નોંધાયા છે. આ વખતે ક્યાં વોર્ડમાં કેટલા પુરુષ મતદાર અને કેટલા સ્ત્રી ઉમેદવાર છે તે નીચે મુજબ છે.


 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
6 + 10


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.