Advertisement
Home >> Saurashtra >> Latest News >> Rajkot City >> Dizziness Vulnerable Fireballs Reliance Refinery

રિલાયન્સ રિફાઇનરી ઉપર ભેદી અગનગોળાએ ચક્કર કાપતાં ચકચાર

Bhaskar News, Jamnagar | Jan 27, 2013, 08:13AM IST
 
 

સલ્ફર પ્લાન્ટ ઉપર ક્રિકેટ બોલ જેવા અગનગોળાએ ૧પ મિનિટ સુધી ચક્કર કાપતાં ચકચાર
 
જામનગર નજીકની વિશ્વની સૌથી મોટી ગ્રાસરૂટ રિલાયન્સ રિફાઇનરી ઉપર ગત રાત્રે આકાશમાં ૧પ મિનિટ સુધી ભેદી અગનગોળાએ પરિભ્રમણ કરતાં રહસ્યના આટાપાટા સર્જા‍યા છે. આ અગનગોળા અંગે પોલીસે સત્તાવાર તપાસ હાથ ધરી છે.
 
એશિયાની સૌથી મોટી અને વિશ્વના અગ્રક્રમે રહેલી જામનગર નજીકની રિલાયન્સ રિફાઇનરીમાં ગઇકાલે એક વિચિત્ર ઘટના ઘટવા પામી હતી. કંપનીના સલ્ફર પ્લાન્ટ ઉપર ક્રિકેટના બોલ જેવડા અગનગોળાએ ઉતર-દક્ષિણ દિશામાં સતત પરિભ્રમણ કરતાં કંપની તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. નરી આંખે અને સ્પષ્ટ જોઇ શકાય તેવા આ અગનગોળા દ્વારા કોઇ નાપાક તત્વો જાસુસી કે ભાંગફોડની પ્રવૃતિ કરી રહયાની આશંકા સાથે કંપની અધિકારીઓએ પોલીસમાં જાણવા જોગ દાખલ કરી હતી.
 
રાત્રે ૮ થી ૮-૩૦ દરમિયાન નજરે પડેલા આ ગોળો બીજી વખત નજરે પડયો ન હતો. જો કે, આખી રાત કંપની અધિકારીઓ ઉંઘી શકયા ન હતાં. એલસીબી પીઆઇ જી.એ.સરવૈયાના જણાવ્યાનુસાર ગઇકાલે રાતના સમયે દેખાયેલા ઓબ્જેકટ અંગે પોલીસ તંત્ર સહિ‌તની સુરક્ષા એજન્સીઓએ સાથે મળીને તપાસ આરંભી છે. 
 
સુરક્ષાની દૃષ્ટિએ પહેલેથી જ સંવેદનશીલ એવા જામનગર જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સ્તરના ઉદ્યોગો સ્થપાયા બાદ તેનું મહત્ત્વ સલામતીની દૃષ્ટિએ ઘણુ વધી ગયું છે ત્યારે સાવ સામાન્ય લાગતી ઘટના પણ વહીવટીતંત્ર અને ઉદ્યોગ સંચાલકો માટે તપાસનો વિષય બની રહે છે.
 

Your Opinion
 
 
Code:
10 + 7

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment