રાજકોટ ભાજપનાં કોર્પોરેટર ઉદય કાનગડે પુર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ જશવંતસિંહ ભટ્ટી પર કરેલા હિચકારા હુમલા બાદ ભાજપનાં ઇશારે ભુંડી ભુમિકા ભજવનાર પોલીસ તંત્ર સામે શહેર કોંગ્રેસે આંદોલન છેડ્યું છે. બુધવારે શહેર કોંગ્રેસે પોલીસ કમિશનર કચેરીની સામે ધરણા સાથે ઘંટારવ કર્યો હતો. એટલું જ નહી શહેરનાં તમામ પોલીસ મથકો પર જઇ પોલીસ તંત્રને ખરેખર પ્રજાનાં રક્ષક તરીકેની ભુમિકા ભજવવા ઘંટારવ કરવામાં આવ્યો હતો. ઘંટારવનાં કાર્યક્રમ બાદ શહેર કોંગ્રેસ દ્વારા પ્રજાસતાક દિને રાજકોટ પોલીસ કમિશનર કચેરીની સામે પોલીસ અધિકારીઓની સદભાવના માટે ૨૧ કુંડી ગાયત્રી યજ્ઞ કરી સત્કર્મ કર્યું હતુ. કોંગ્રેસે વિરોધ વ્યક્તિ કરવા સૂત્રો લખેલા બેનર પણ લગાવ્યા હતા. (તસવીરોઃ મનિષ ત્રિવેદી)