શહેરનાં જાણીતા ઝવેરીના પુત્ર, ભાજપ અગ્રણી અને ક્રાઇમ બ્રાંચના ઇન્સપેક્ટર સહિતના વ્યક્તિઓ સામે પેલેસ રોડ ટચ એક મકાનના તાળા તોડીને માલસામાન ઉઠાવી ગયાની કોર્ટમાં ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે.અદાલતે આ અંગzે તપાસનો હુકમ કર્યો છે.
પ્રહલાદ પ્લોટમાં રહેતા મનપાના પૂર્વ કર્મચારી જયેન્દ્રભાઇ ઉર્ફે ભૂદર વસંતલા પંડ્યાએ પોતાના એડવોકેટ પી.એચ.લાઠીયા મારફત અદાલતમાં કરેલી ફરિયાદમાં ત્હોમતદાર તરીકે ઝવેરી પુત્ર પંકજ ચમનભાઇ લોિઢયા, રેસકોર્ષ રિંગ રોડ પાછળ શ્રીમદ પાર્કમાં રહેતા ભાજપ અગ્રણી દિનેશ કારિયા, સોની ભરત ઘોરડા, ક્રાઇમ બ્રાંચના પીઆઇ એ.ડી.શ્રીવાસ્ત્વ અને તેની સાથે આવેલા અજાણ્યા શખ્સોના નામ જણાવ્યા છે.ફરિયાદમાં જણાવાયું છેકે, મૃતક ગીરજાશંકર હીરજીભાઇ ભટ્ટે તેની માલિકી અને કબજા ભોગવટાના પેલેસ રોડ ટચ પ્રહલાદ પ્લોટ શેરી નં.પ/૧૭ માં આવેલા કરોડોની કિમતના મકાનનું વિલ ફરિયાદી (જયેન્દ્રભાઇ)ના માતાના નામે કર્યું હતુ.ત્યાર બાદ તેની માતાનું અવસાન થતાં ફરિયાદી જયેન્દ્રભાઇને તેણીના વિલના રુએ ઉપરોકત મકાનના વારસાઇ હકો તથા કાયદેસરના માલિકી હક મળ્યા હોવાથી તેઓ પરિવાર સાથે આ મકાનમાં રહે છે.
દરમિયાન ડરબન ખાતે રહેતા જગદિશ કેશવલાલ ભટ્ટે ઉપરોક મકાનનું વારસા સર્ટીફિકેટ મેળવવા માટે કોર્ટમાં અરજી કરી હતી જે સામે તેમણે વાંધા રજૂ કર્યા હતા. ત્યાર બાદ ફરિયાદી જયેન્દ્રભાઇની મુંબઇ સ્થિત પુત્રી મયુરી આર.દવે બિમાર હોવાથી સારવાર કરાવવા ગયા તે મુંબઇ ગયા તે દરમિયાન ક્રાઇમ બ્રાંચના પીઆઇ શ્રીવાસ્તવ, પોલીસ સ્ટાફ, ભાજપ અગ્રણી દિનેશ કારિયા, પંકજ લોઢિયા, ભરત ઘોરડા વગેરેએ બંધ મકાનના તાળા તોડીને અંદરથી માલ સામાન કાઢીને મેટાડોરમાં ભરી મકાનનો કબજો જમાવવાનો પ્રયાસ કર્યો હતો તેમજ ધમકી પણ આપ્યોનો ફરિયાદમાં આરોપ મુકવામાં આવ્યો છે.
મુંબઇતી પરત આવ્યા ત્યારે મકાન પાસે બેઠેલા સિકયોરીટીમેને ઉપરોકત હકિકત જણાવતા ફરિયાદ નોંધાવવા ગયા હતા પરંતુ પોલીસે ફરિયાદ નહીં લેતા અંતે કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી.