- ભાજપનાં સદભાવના મિશન સામે કોંગ્રેસનાં સત્કર્મ ઉપવાસનો કાર્યક્રમ
- કલેક્ટર તેમજ પોલીસ તંત્ર ખડે પગે
પોતાના જન્મદિવસથી શરૂ કરેલા સદભાવના મિશન અંતગર્ત મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી સોમવારે રાજકોટમાં ૧પમો ઉપવાસ કરી રહ્યાં છે. મુખ્યમંત્રીનાં આ સદભાવના મિશન નર્યું નાટક હોવાનું અને પ્રજાનાં પૈસાનું પાણી થતું હોવાનું કહી કોંગ્રેસ પક્ષે મુખ્ય મંત્રીનાં જયાં જયાં કાર્યક્રમો થાય ત્યાં સમાંતરે ઉપવાસ કરવાની જાહેરાત કરી છે.
રાજકોટમાં સોમવારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી રેસકોર્ષનાં મેદાનમાં તેમનો સદભાવના મિશન કાર્યક્રમ અતંર્ગત ઉપવાસ કરી રહ્યા છે. જ્યારે કોંગ્રેશનાં સાંસદ કુંવરજીભાઇ બાવળીયા સોરઠીયા વાડી ચોક પાસે સત્કર્મ અંતર્ગત ઉપવાસ પર બેઠા છે.
શકિત પ્રદર્શન કરવા બંન્ને પક્ષોનાં અગ્રણીઓએ શહેરમાં ધામા નાંખતા કલેક્ટર તેમજ પોલીસ તંત્ર ધંધે લાગી ગયું છે. કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે રાજ્યભરમાંથી પોલીસ તેમજ એસ.આર.પી.નો કાફલો તૈનાત કરી દેવા છે. રાજકીય પક્ષોનાં આવા હાઇ વોલ્ટેજ ડ્રામાથી વાતાવરણમા ગરમાવો આવી ગયો છે.