ગોંડલ રોડ પર સાંઢિયા પૂલ નીચેથી કપાયેલી લાશ મળી, ઓળખ મેળવવા પ્રયાસ
શહેરના ગોંડલ રોડ પર સાંિઢયા પૂલ નીચેથી આશરે ઘ૩૦ વર્ષના અજાણ્યા યુવાનની કપાઇ ગયેલી હાલતમાં લાશ મળી આવી હતી.
બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ છે. પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગત મુજબ, પૂલ ઉપરના ટ્રેક પરથી પસાર થઇ રહેલી ટ્રેનની ઠોકરે ચડી જવાથી યુવાનનુ મૃત્યુ નિપજ્યું હતું. મરનાર વ્યક્તિએ જીન્સનું પેન્ટ, ટી-શર્ટ પહેર્યું છે અન હાથમાં ઓમ ત્રોફાવેલો છે. તેની ઓળખ મળી શકે તેવી કોઇ ચીજ વસ્તુ નહીં મળતા વર્ણનના આધારે તેના વાલી વારસની શોધખોળ શરુ કરી છે.