તાલુકાના સરધાર-સાજડીયાળી રોડ પરથી આજે સવારે સાડા અગિયાર વાગ્યાના અરસામાં અજાણ્યા યુવાનની લાશ મળી આવતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ છે.
મરનારની ઉમર આશરે ૩૦ વર્ષ અને ચહેરા ઉપર ઇજાના નિશાન હોવાથી બનાવ અકસ્માતનો છે,આપઘાતનો છે કે પછી યુવાનની હત્યા થઇ છે? તે જાણવા મૃતદેહને પોસટમોર્ટમ માટે મોકલી અપાયો છે. પોલીસે મરનારની ઓળખ મેળવવા તેના વાલી વારસની શોધખોળ શરુ કરી છે.