શ્રાવણ માસ શરૂ થતા શહેરભરમા જુગારની મોસમ પૂરબહારમા ખીલી છે. જુગારમા પૈસાની કે અન્ય નજીવી બાબતોમા મારામારીના બનાવો પણ સામાન્ય બની ગયા છે. ત્યારે આવા જ એક બનાવમા નવા થોરાળા, ગોકુલપરા-૬મા રહેતો ઇકેશ હરેશભાઇ સારેશા નામનો દલિત યુવાન તેના ઘર નજીક મિત્રો સાથે જુગાર રમતો હતો.
આ વેળાએ સાથે જુગાર રમી રહેલા જીતુ નામના શખ્સે યુવાન સાથે ઝઘડો કરી તેના ઘરમાથી તલવાર લઇ આવી હુમલો કરતા લોહીલુહાણ હાલતમા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. થોરાળા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.