ગ્રીન લેન્ડ ચોકડી પાસે સીએનજી પંપ પાસે કારણ વિના માર માર માર્યો
ગ્રીન લેન્ડ ચોકડી નજીક સીએનજી પંપમાં ગેસ ભરાવવા જઇ રહેલા એસ.ટી. બસના ડ્રાઇવરને રિક્ષા ચાલકે અટકાવીને ધોકાથી હુમલો કરી માર માર્યાની ફરિયાદ નોંધાઇ છે.
બનાવ અંગે જુનાગઢ એસ.ટી. કોલાનીમાં રહેતા અને એસ.ટી.માં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા યોગેશભાઇ અમૃતલાલ ચુડાસમા (ઉ.વ.૪૭)એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જીજે ૧ એક્સ ૮૩૨ નંબરની રિક્ષાના ચાલકનું નામ જણાવ્યુ છે. તેના કહેવા મુજબ, તે બસમાં ગેસ ભરાવવા જઇ રહ્યા હતા ત્યારે રિક્ષા ચાલકે કારણ વિના ઝઘડો કરી ગાળો ભાંડી હતી. અને ધોકાથી હુમલો કરી ઇજા કરી હતી.