DaxinGujarat MadhyaGujarat
Saurashtra
UttarGujarat
Kutchh
Ahmedabad
Vadodara
Surat
Rajkot
DiuDaman
Bhavnagar
Mumbai
Gujarat ni Gupsup
છકડો રિક્ષા પલટી જતા મહિલાનું મોત : ૭ ઘવાયા
balaram karia
| Apr 23, 2012, 16:47PM IST
- જસદણથી રાજકોટ લગ્નમાં હાજરી આપવા છકડો રિક્ષામાં રાજકોટ આવી રહ્યા હતા ત્યારે સર્જાયેલી કરૂણાંતિકા
શહેરના છેવાડે આજીડેમથી કોઠારિયા ચોકડી જતા રોડ પર ગૌશાળા પાસે આજે બપોરે છકડો રિક્ષા પલટી જતા રિક્ષામાં બેઠેલા ઉતારૂઓ પૈકી જસદણના કંધેવાડિયા ગામના મનિષાબેન (ઉ.વ.૩પ)નું સ્થળ ઉપર મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે રિક્ષાચાલક લાખાવડ ગામના કનુભાઇ નાજભાઇ રાઠોડ અને તેના ભાઇ મેરામભાઇ,ભાભી ચેતનાબેન, ભત્રીજો પ્રતિક (ઉ.વ.૧૨), ભત્રીજી પૂજા (ઉ.વ.૪) તેમજ ભાણેજ અસ્મીતા ભીખાભાઇ (ઉ.વ.૧૭) ભાવના ભીખાભાઇ (ઉ.વ.૧૯) અને સુનિલ ભીખાભાઇ (ઉ.વ.૧૩)ને ઇજા થતાં તમાને હોસ્પિટલમાં ખસેડાયા છે. રિક્ષા ચાલક અને તેના ભાઇ રાજકોટ ખાતે માસીના પુત્રના લગ્નમાં હાજરી આપવા પરિવાર સાથે આવી રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો.






