- બિલ્ડિંગ ધરાશાયી થવાનું કારણ પણ હજુ કાટમાળમાં દબાયેલું
- જૂનાગઢના રાયજીનગર પાસે સવારે ૫:૨૦ વાગ્યે બનેલી દુર્ઘટના
- ૫.૨૦ વાગ્યે દુર્ઘટના બની
- ૯ સેકન્ડમાં બિલ્ડિંગ ધરાશાયી
- ૯ માળની બિલ્ડિંગ હતી
- ૨ મજૂરનાં મોત
- ૬ વ્યક્તિઓ ઘાયલ
જૂનાગઢ શહેરના રાયજીનગર પાછળ નવા જ બનેલા મોનાર્ક-૨ રેસીડેન્સીના બી વીંગનું નવ માળનું બિલ્ડીંગ આજે વહેલી પરોઢે ૫:૨૦ મીનીટે ધડાકાભેર તુટી પડ્યું હતું. વહેલી સવારની નિરવ શાંતીને ચિરતો અવાજ સાંભળી આસપાસની સોસાયટીના રહીશો ભરનિદ્રાંમાંથી સફાળા જાગી ગયા હતા.
આ બિલ્ડીંગમાં જૂદા-જૂદા કામ માટે આવેલા પરપ્રાંતિય મજુરો પૈકી બે કાટમાળમાં જ દબાઇ મર્યા હતા. જ્યારે છ મજુરોને સામાન્ય ઇજા પહોંચી હતી. બિલ્ડીંગ ધરાશાયી થયાની જાણ થતાં લોકો હેબતાઇ ગયા હતા અને એક તબક્કે ભારે અફરાતફરી મચી ગઇ હતી.
વધુ અહેવાલ વાંચવા માટે ફોટો પર ક્લિક કરો...
તસવીર: મિલાપ અગ્રાવત, જુનાગઢ