DaxinGujarat MadhyaGujarat
Saurashtra
UttarGujarat
Kutchh
Ahmedabad
Vadodara
Surat
Rajkot
DiuDaman
Bhavnagar
Mumbai
Gujarat ni Gupsup
જુઓ તસવીરોમાં મંત્રીનાં વધામણાની
Manish Trivedi | Dec 27, 2012, 13:42PM IST
- રાજ્યકક્ષાનાં મંત્રી તરીકે પસંદગી થયા બાદ ગોવિંદભાઇ પટેલ રાજકોટ પહોંચ્યા, ઉષ્માભેર સ્વાગત
અમદાવાદ ખાતે યોજાયેલા શપથવિધી કાર્યક્રમ બાદ રાજ્યકક્ષાનાં મંત્ર તરીકે પસંદગી પામેલા ગોવિંદભાઇ પટેલ પહેલી જ વાર રાજકોટ આવતા હોવાથી ભાજપનાં કાર્યકરોમાં ભારે ઉત્સાહ હતો. આજે સવારે ગાંધીનગરથી રાજકોટ આવેલા ગોવિંદભાઇ પટેલ કુવાડવા રોડ પર આવેલા રણછોડદાસજી આશ્રમમાં માથું ટેકવ્યું હતુ.
ત્યાંથી સરઘસ દ્વારા શહેરનાં રાજમાર્ગો પર ખુલ્લી જીપમાં ફરી લોકોનું અભિવાદન ઝીલ્યું હતુ. શહેર ભાજપનાં આગેવાનોએ પણ ગોવિંદભાઇનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતુ. ગોવિંદભાઇને સત્કારવા મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા હતા. વધુ તસવીરો જોવા આગળ કલીક કરો.
તસવીર: પ્રકાશ રાવરાણી






