જેતપુરમાં મોડી રાત્રે બનેલો બનાવ
યુવાન પર ત્રણ શખ્સે હુમલો કરી અડધા લાખની રોકડ લૂંટી ગયા
રાજકોટ જિલ્લામાં કાયદો વ્યવસ્થા કથળી છે. ત્યારે જેતપુરમાં વધુ એક યુવાન પર ત્રણ શખ્સોએ હુમલો કરી લૂંટ ચલાવ્યાનો બનાવ પોલીસમાં નોંધાયો છે. જેતપુર રહેતા કિરીટ કેશુભાઇ કરેડ નાંમના યુવાનનાં પરિવારમાં લગ્ન પ્રસંગ હોવાથી તે ગત મોડી રાત્રે મિત્ર રફીકભાઇ સાથે બાઇક પર કેટરર્સવાળાને રૂ.પ૦ હજાર દેવા નિકળ્યાં હતા.
ત્યારે ગોંડલ દરવાજા પાસે પહોંચતા સંજય, અમીત અને કેતન નાંમના શખ્સોએ આંતરી કંઇ સમજે તે પહેલા જ ત્રણેય શખ્સો તલવાર, હોકી જેવા હથિયારો સાથે તૂટી પડ્યા હતા અને કિરીટનાં ખિસ્સામાં રહેલી અડધા લાખની રોકડની લૂંટ ચલાવી નાસી છુટયા હતા. બનાવ અંગે ઇજાગ્રસ્ત યુવાન કિરીટે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.