પહેલા સ્વાતંત્રય પર્વ, કોંગ્રેસની યાત્રા, હવે ભગવાનના હોર્ડિંગ્સ લાગ્યા.
શહેરમાં ભાજપ-કોંગ્રેસ દ્વારા હોર્ડિંગ્સ કોણ વધારે લગાવે તેની હરીફાઇ યોજાતી હોય તેમ શહેરમાં ચારે બાજુ હોર્ડિંગ્સ લાગી ગયા છે. આજ થી શહેરમાં ભગવા આતંકનો વિરોધ દર્શાવતા હોર્ડિંગ્સ દરેક ચોકમાં મૂકવામાં આવ્યા છે.
રાજકોટમાં સૌ પ્રથમ સ્વાતંત્રય પર્વના હોર્ડિંગ્સ દરેક ચોકમાં લગાડાયા હતા બાદમાં કોંગ્રેસે યાત્રા માટે દરેક ચોકમાં હોર્ડિંગ્સ લગાડાયા પછી રાજકીય પક્ષોના જન્માષ્ટમીના હોર્ડિંગ્સ લાગતા સતત એક મહિનાથી રાજકોટમાં રાજકીય પક્ષો લોકોના માનસમાં ઘર કરવા હોર્ડિંગ્સ યુધ્ધ શરૂ કર્યા છે. ત્યારે કેન્દ્રના ગૃહમંત્રી ચીદમ્બરમે ભગવો આતંકવાદ ફેલાઇ રહ્યો છે તેવું કહેતાં ભાજપ ઉકળી ઉઠ્યો છે અને ભગવો કહી કોંગ્રેસે દેશનું અપમાન કર્યું છે તેવા હોર્ડિંગ્સ ચોકે ચોકે મૂકવામાં આવ્યા છે.
કોંગ્રેસે ભગવા આતંકવાદ પ્રસરી રહ્યો છે તેવું કહેતાં ભાજપે હોબાળો મચાવવાનું શરૂ કરી દીધું છે અને આજે શહેરભરમાં હોર્ડિંગ્સ મૂકવાયા છે.
જેમાં મોદીનો ફોટો અને ભગવો તો છે દેશભક્તિનો સાદ કોંગ્રેસ કહે છે આતંકવાદ તેવા હોર્ડિંગ્સ લાગ્યા છે તે પણ ગુજરાત ભગવા ગૌરવ સમિતિ અમદાવાદ તરફથી ભગવા આતંકવાદએ રાષ્ટ્રનું અપમાન હોવાનું કહી કોંગ્રેસ સામે ભાજપે વિરોધ શરૂ કરી દીધો છે.
સીબીઆઇના દૂરઉપયોગ મુદ્દે આંદોલન અસરકારક ન રહ્યા બાદ ભાજપને આ નવો મુદ્દો મળ્યો છે અને તહેવારો ઉપર જ લાખો લોકો જોઇ શકે એ રીતે આ હોર્ડિંગ્સ રાતોરાત લગાવી દેવાયા છે.