રાજકોટના કોર્પોરેટરો આમદની અôની અને ખર્ચા રૂપિયા જેવા છે. મિટિંગ, ઇિંટગ અને સિટિંગમાં મનપાની તિજોરીનું દેવાળું ફૂંકાઇ જાય છે. આવી જ હાલત આ વર્ષે થઇ છે. કોર્પોરેટરોના ભથ્થાં અને વેતન માટે રખાયેલી રકમ તળિયાઝાટક થઇ ગઇ છે. વર્ષે R ૨૨ લાખની જોગવાઇ કરવા છતાં ખૂટી પડ્યા છે અને હવે અન્ય જોગવાઇમાંથી ઉપાડવા પડે એવી હાલત થઇ છે.
કોર્પોરેટરોને મહિને R ૨ હજારનું માનદ વેતન, R પ૦૦ ફોન ભથ્થું અને R ૩૦૦ સ્ટેશનરી ભથ્થા ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટી કે અન્ય કોઇ કમિટીમાં ઠરાવ થાય તો તે અને જનરલ બોર્ડનું ભથ્થું ચૂકવવામાં આવે છે. વેતન અને આ ભથ્થા માટે ચાલુ વર્ષના બજેટમાં R ૨૨ લાખની જોગવાઇ કરવામાં આવી હતી.
મંથલી વેતન દર પ તારીખ સુધીમાં કોર્પોરેટરોને સહી કરાવીને ચૂકવી દેવામાં આવે છે. પરંતુ આ વખતે ફેબ્રુઆરી મહિનાનું વેતન હજુ સુધી ન ચૂકવાતાં એવું બહાર આવ્યું હતું કે, બજેટમાં કોર્પોરેટરોના વેતન અને ભથ્થા માટે રખાયેલી જોગવાઇ ખૂટી પડી છે. નાણાકીય વર્ષના આખરી બે મહિના માટે R એકાદ લાખની ઘટ પડી છે.
વેતન માટે નાણાં ખૂટી પડવાના કારણ અંગે મનપાના એકાઉન્ટન્ટ નંદાણીનો સંપર્ક કરવામાં આવતા તેણે જણાવ્યું હતું કે, આ વખતે મિટિંગ વધુ મળી હોવાથી વધુ ખર્ચ થયો છે. અહીં એક વાત એ પણ સાફ થઇ જાય છે કે, કોર્પોરટરો ભથ્થા માટે મિટિંગોનો દોર વધારી દેવાયો છે અને સામે મિટિંગોના પ્રમાણમાં પ્રજાના કામોમાં ઉડીને આંખે વળગે એવું કંઇ કોર્પોરેટરો ઉકાળી નથી શક્યા.