DaxinGujarat MadhyaGujarat
Saurashtra
UttarGujarat
Kutchh
Ahmedabad
Vadodara
Surat
Rajkot
DiuDaman
Bhavnagar
Mumbai
Gujarat ni Gupsup
Home >> Saurashtra >> Latest News >> Rajkot City >> Accident Near Bagodara Rajkots Uncle Nephew Death
બગોદરા નજીક અકસ્માતમાં રાજકોટના કાકા-ભત્રીજાનાં મોત
Bhaskar News, Rajkot | Aug 30, 2012, 04:12AM IST
બગોદરા-લીંબડી હાઇવે પર બગોદરા નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતા કારમાં બેઠેલા રાજકોટના બિલ્ડર પટેલ કાકા-ભત્રીજાનાં મોત નીપજ્યા હતા. જ્યારે ઘવાયેલા ત્રણને હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવથી પટેલ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
રાજકોટમાં સાધુ વાસણવાણી રોડ પરના ટોપલેન્ડ રેસિડેન્સીમાં રહેતા અને બિલ્ડિંગ કન્સ્ટ્રકશનનું કામ કરતા પટેલ પ્રકાશભાઇ અમૃતભાઇ રૈયાણી અને તેના કાકા મહેશભાઇ હંસરાજભાઇ રૈયાણી સહિતના લોકો વ્યવહારિક કામે મહેસાણા ગયા હતા. અને મંગળવારે રાત્રીના કારમાં પરત રાજકોટ આવવા નીકળ્યા હતા. કાર બગોદરા નજીક પહોંચી હતી ત્યારે પૂરપાટ ઝડપે ધસી આવેલા ટ્રકે કારને ઠોકરે લીધી હતી. ટ્રકની ઠોકરથી કારનો બૂકડો બોલી ગયો હતો.
અકસ્માતમાં મહેશભાઇ રૈયાણીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે પ્રકાશભાઇ રૈયાણીને રાજકોટ હોસ્પિટલમાં ખસેડાતા હતા ત્યારે રસ્તામાં જ તેણે દમ તોડી દીધો હતો. તેમજ અકસ્માતમાં ઘવાયેલા ઉમેશભાઇ પ્રાગજીભાઇ રૈયાણી, વિપુલભાઇ ધનજીભાઇ રૈયાણી અને બીપીનભાઇ વિક્રમભાઇ રૈયાણીને ઇજા થતા ત્રણેયને સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
ગમખ્વાર અકસ્માતે કાકા-ભત્રીજાનો ભોગ લીધાની જાણ થતા રૈયાણી પરિવાર પર આભ ફાટયું હતુ. અકસ્માતમાં મૃત્યુ પામનાર પ્રકાશભાઇ બે ભાઇ અને એક બહેનમાં નાના હતા. અને તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. જ્યારે મહેશભાઇ રૈયાણી પણ બિલ્ડર હતા. અને તેને પણ સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. બગોદરા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી વિશેષ કાર્યવાહી હાથ ધરી હતી.






