ભાવનગરથી મહુવા જતી ટ્રેન નંબર ૨૨૫ તેની ૯૦ની સ્પીડમાં આગળ વધતી હતી ત્યારે ધોળા જંકશનના રેલવે પ્લેટ ફોર્મથી આગળ એક ચોંકાવનારી ઘટના બની જેમાં ત્રણ મહિલાઓ એક બાળક સાથે પાટાના વચ્ચેના ભાગમાં ચાલીને જતી હતી અને પાછળ ૯૦ની સ્પીડમાં ટ્રેન આવતી હતી.
ડીઝલ એન્જીનના ડ્રાઈવર આર. કે. પાંડે અને સહાયક ડ્રાઈવર નટવરસિંહ ગોહિલનું ધ્યાન પાટા ઉપર જતાં તુરત જ એન્જીનને બ્રેક લગાડવામાં આવી, પાવરનો પુરવઠો અટકાવીને ટ્રેનમાંથી વ્હીસલ શરૂ કરી દીધા.
ડીઝલ એન્જીનની બારી પાસે આવીને ડ્રાઈવરે જોરથી દેકારા શરૂ કરી દીધા ત્યારે તુરત જ ત્રણ મહિલા અને બાળકને લઈને પાટા ઉપરથી ઉતરી ગયા અને ગાડી ધીમી સ્પીડમાં આગળ વધવા લાગી. રેલેવની આર.પી.એફ. પોલીસે ત્રણેય મહીલાની ભાળ મેળવવા માટે ધોળા પંથકમાં દોડી ગયેલ છે. આ ઘટના સવારના અગીયાર વાગ્યા આસપાસ બનવા પામી હતી.