સમયાંતરે આવતા રહેલા આંચકાથી ધરા સતત ધ્રુજતી રહેતા લોકોમાં ભૂકંપનો ભારે આંચકો આવવાની દહેશત ફેલાઇ હતી. જ્યારે કચ્છનાં વામકામાં ર.૦ની તીવ્રતાનો આંચકો આવેલ અને સુવઇમાં ૧.૪ની તીવ્રતાનો હળવો આંચકો અનુભવાયેલ, કચ્છ સાથે સૌરાષ્ટ્રનાં સુરેન્દ્રનગરમાં શુક્રવારે બપોરે ર:૪૭ કલાકે ૧.પ અને ૩:૪૭ કલાકે ૧.૮ની તીવ્રતાનાં મળી કુલ બે હળવા આંચકા અનુભવાયા હતા. ભૂકંપનાં આંચકા બંધ ન થતાં લોકોમાં ભય વ્યાપી ગયો છે.