માંગરોળમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ આઠમના દિવસે પારંપારિક રીતે મટકી ફોડનો કાર્યક્રમ યોજાશે. શહેરમાં ૬૫ થી ૭૦ સ્થળોએ મટકી બાંધવામાં આવશે હાલ ક્રિષ્ન કનેૈયાના જન્મોત્સવને ઉજવવા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
માંગરોળમાં યશોદાના દુલારા નટખટ કાનુડાના જન્મોત્સવને ઉજવવા અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. શહેરમાં છેલ્લા ૩૬ વર્ષથી ઉજવાતા ધાર્મિક ઉત્સવને શાનદાર રીતે ઉજવવા તૈયારીઓ આરંભી દેવાઈ છે.
આ વર્ષે શહેરભરમાં ૬૫ થી ૭૦ મટકીઓ બાંધવામાં આવનાર છે. શ્રાવણ વદ આઠમને ગુરૂવારે સવારે ૯ વાગ્યે ગાયએ ગાનમાંથી નંદ ઘેર આનંદ ભૈયો ના જયજય કાર સાથે શોભાયાત્રા મટકીફોડનો આરંભ થશે.
દિવસ દરમિયાન હર્ષનાદ અને આનંદ ઉલ્લાસ વચ્ચે સાંજે ૫ વાગ્યે લીમડાચોકમાં મટકીફોડ ઉત્સવનું સમાપન થશે. વિવિધ યુવક મંડળો દ્વારા શહેરમાં આકર્ષક ફલોટ્સનું આયોજન કરવામાં આવ્યું છે.
સમગ્ર કાર્યક્રમના આયોજન માટે દરેક મંડળો તથા ફળીયાના રહેવાસીઓએ શેરી લત્તા સાફ રાખવા તેમજ ધજાપતાકાથી શણગારવા જણાવાયું છે. મટકીમાંથી મળતી ભેટમાંથી ખર્ચ બાદ કરતા બાકીની રકમ ગાયના ચારા માટે વાપરવામાં આવશે. હજુ પણ કોઈ શયોમાં મંડળ મટકી બાંધવા ઈચ્છતા હોય તો મુુકુન્દભાઈ ભસ્તાના પાસેથી મટકી મેળવી લેવા જણાવાયું છે.