Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Saurashtra >> Latest News >> Porbandar
 

5 ઈંચ વરસાદથી માધવપુર (ઘેડ) પંથક બન્યું જળબંબોળ

 
Source: Bhaskar News, Madhavpur   |   Last Updated 3:50 AM [IST](01/09/2010)
 
 
 
 
 

માધવપુર (ઘેડ) પંથકમાં આજે ત્રીજા દિવસે પણ મેઘસવારી ચાલુ રહી હતી. આઠ કલાકમાં ધોધમાર પાંચ ઈંચ વરસાદ પડતા સમગ્ર ઘેડ પંથક જળબંબોળ બની ગયું છે. ઉપરવાસમાં ભારે વરલાદનાં લીધે મધુવંતી નદીમાં ઘોડાપુર આવતા નીંચાણવાળા ગામડાઓ બેટમાં ફેરવાઈ ગયા છે.


માધવપુર (ઘેડ) પંથકમાં આજે ત્રીજા દિવસે પણ મેઘરાજાએ વરસવાનું ચાલુ રાખ્યું હતું. આજે પંથકમાં પાંચ ઈંચથી વધુ પાણી પડી જતા સમગ્ર ઘેડ પંથક જળબંબોળ બની ગયું છે. ઉપરવાસમાં ભારે વરસાદનાં કારણે મધુવંતી નદી ગાંડીતુર બની છે. ઘેડના કડછ, ઘોડાદર, મંડેર, બગસરા, સરમા, સાંઢા, સામરડા, અમીપુર, ફુલરામા અને ભાથરોટ સહિતનાં ગામડાઓ બેટમાં ફેરવાઈ ગયા છે.


માધવપુર નજીકનો દરિયો પણ તુફાની બન્યો હોય તેમ મોજાનો લોઢ કાન ફાડી નાંખે તેવા અવાજથી ધુંધવી રહ્યો છે. માધવપુરના મેળા ગ્રાઉન્ડમાં તથા નીંચાણવાળા વિસ્તારોમાં પાંચથી છ ફુટ પાણી ભરાઈ ગયું છે. હજુ ઘેડ પંથકમાં માંડ પુરનાં પાણી ઓસરી રહ્યાં હતા ત્યાં મેઘરાજાએ ફરી હેલી શરૂ કરતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. મેઘરાજાએ શ્રાવણમાસમાં અષાઢમાસ જેવું રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા લોકો માટે જન્માષ્ટમીનો તહેવાર મનાવવો પણ મુશ્કેલ બની ગયો છે.


હાઈવે પર બે થી અઢી ફૂટ પાણી ભરાયા -


ભારે વરસાદનાં કારણે આજે માધવપુર નજીકથી પસાર થતા નેશનલ હાઈવે પર બે થી અઢી ફુટ જેટલા પાણી ભરાઈ જતા નાના વાહનો પસાર થઈ શકતા ન હતા.


 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
4 + 7


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.