Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Saurashtra >> Latest News >> Surendranagar
 

5 ઘૂડખરોનાં મોતની તપાસ ઠેરની ઠેર રહેતાં અનેક અટકળો

 
Source: Bhaskar News, Dhangadhra   |   Last Updated 12:37 AM [IST](04/02/2012)
 
 
 
 
Advertisement
 
ધ્રાંગધ્રાના રાજચરાડી ગામ પાસે પાંચ ઘૂડખરોના નર્મદા કેનાલમાં મોત થવાનો અને ૧૧ ઘૂડખરોને બચાવી લેવાના બનાવથી ચકચાર ફેલાઇ હતી ત્યારે પાંચ ઘૂડખરોના મોતની તપાસ ઠેરની ઠેર રહેતા જીવદયાપ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

દેશમાં એકમાત્ર કચ્છના નાના રણમાં ઘૂડખર અભયારણ્ય જોવા મળી રહ્યું છે ત્યારે ઘૂડખરને અમૂલ્ય પ્રાણીનો દરજજો આપવામાં આવ્યો છે ત્યારે તા. રપ જાન્યુઆરીના રોજ ૧૬ ઘૂડખર રાજચરાડી અને હીરાપુર વચ્ચેની નર્મદા કેનાલમાં પડી ગયા હતા. જેમાંથી પાંચ ઘૂડખરોના સાયફનમાં ભરાયેલા પાણીમાં ડૂબી જવાથી મોત થયા હતા. આ બનાવને પગલે રાજચરાડીમાં વન વિભાગ અને અભયારણ્ય વિભાગના અધિકારીઓએ ૧૧ ઘૂડખરોને બચાવી લીધા હતા. જેમાં પાંચ ઘૂડખરોના મોતના તપાસના આદેશો છુટતા ઘૂડખર અભયારણ્યના ડીએફઓ જે.એ.ચૌધરી, આર.એફ.ઓ. કરમટા દ્વારા તપાસ શરૂ કરાઇ છે. ત્યારે આ તપાસ ગોકળગાયની ગતિએ ચાલતા જીવદયાપ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

આ અંગે કશિનભાઇ પરમારે જણાવ્યું કે, દેશની શાન સમા અમૂલ્ય પ્રાણી પાંચ ઘૂડખરના મોત થયા બાદની તપાસ ધીમી ગતિએ ચાલી રહી છે. આ ઘૂડખરોના મોત પાછળ જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવી જોઇએ તેવી અમારી માગ છે.

આ અંગે ઘૂડખર અભયારણ્યના આર.એફ.ઓ. કરમટાએ જણાવ્યું કે, ઘૂડખરના મોત અંગેના બનાવની તપાસ ચાલી રહી છે. કોઇની પણ શેહ શરમ રાખ્યા વગર મોતના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને તેની તપાસ યોગ્ય દિશામાં ચાલી રહી છે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
7 + 1


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Veena Malik: Sexy Babe
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 
|  
|  
 


Group Sites: Dailybhaskar.com|Dainikbhaskar.com|Divya Marathi|Business Bhaskar|MyFM

Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.