Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Saurashtra >> Latest News >> Bhavnagar City
 

કલ્પસરને ૪૬.૫૨ કરોડ ફાળવાયા

 
Source: Bhaskar News, Bhavnagar   |   Last Updated 4:06 AM [IST](26/02/2011)
 
 
 
 
 
બજેટ-સુવિધા: ભાવનગર-રાજકોટ હાઈવે ફોર લેન થશે : વલભીપુરમાં સરકારી કોલેજ સ્થપાશે

ગુજરાત રાજ્ય સરકારે આજે વિધાનસભામાં રજુ કરેલા વર્ષ-૨૦૧૧-૧૨નાં અંદાજપત્રમાં ભાવનગરથી રાજકોટ હાઈ-વેને ફોરલેન બનાવવા તેમજ કલ્પસર પ્રોજેક્ટને આગળ ધપાવવા R ૪૬.૮૨ કરોડ ફાળવાયા છે. આ ઉપરાંત બે સુવિધા શૈક્ષણિક ક્ષેત્રે ફાળવાતા આ બેજટમાં ભાવનગરની માંગને હકારાત્મક ઉકેલ મળ્યો છે.

મહત્વાકાંક્ષી કલ્પસર પ્રોજેક્ટને રાજ્ય સરકાર ધીમી પણ મક્કમ ગતિએ આગળ ધપાવી રહી છે. ભાવનગરના કાળાતળાવથી ભરૂચના અલાહર વચ્ચે ડેમ બાંધી કલ્પસર પ્રોજેક્ટને સાકાર કરવા માટે અને આ આયોજનને વધુ ઝડપી ગતિએ આગળ ધપાવવા માટે આજે બજેટમાં નાણામંત્રી વજુભાઈ વાળાએ R ૪૬.૮૨ કરોડ ફાળવ્યાની જાહેરાત કરી હતી.

ભાવનગરથી રાજકોટ વચ્ચેના ૧૫૧ કિલોમીટરના હાઈ-વે તે ચાર માર્ગીય બનાવવા માટે જોગવાઈ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાવનગરથી સિહોર વચ્ચે તો ફોર-લેનની કામગીરી શરૂ પણ થઈ ગઈ છે. તેમજ ખોડિયાર મંદિર સુધી તો ચાર માર્ગીય રસ્તાનું કામ પૂર્ણ થવામાં છે.

ભાવનગર, રાજકોટ અને જામનગર ખાતેની સરકારી મેડિકલ કોલેજ તેમજ ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પિટલ (કેમ્પસ કોલેજ)નાં અપગ્રેડેશન માટે કુલ રૂ.૧૨ કરોડની ફાળવણી બજેટમાં કરાતા સરેરાશ એક મેડિકલ કોલેજને R ૪ કરોડ લેખે રકમ સુવિધા વધારવા માટે મળશે.

શિક્ષણ ક્ષેત્રે ભાવનગર જિલ્લાને મળેલી વધુ એક સુવિધામાં વલ્લભીપુરને કોલેજ મળી છે. રાજ્યમાં જે છ જિલ્લામાં નવી કોલેજ શરૂ કરવાની જાહેરાત આજના બજેટમાં કરાઈ છે. તેમાં ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં સરકારી આર્ટસ-કોમર્સ કોલેજ શરૂ કરવાની જાહેરાત કરાઈ છે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
9 + 4


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Veena Malik: Sexy Babe
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.